________________
૫૨૬
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ સંક્રમ થવો જોઈએ. પરંતુ પોતાની મૂલપ્રકૃતિ “મોહનીયકર્મથી અભિન્ન હોવા છતાં પણ દર્શનમોહનો ચારિત્રમોહમાં અને ચારિત્રમોહનો દર્શનમોહમાં પરસ્પર સંક્રમ થતો નથી.
(૪) બાકીની સર્વે પણ ઉત્તરપ્રકૃતિઓનો પોતપોતાના મૂલકર્મથી અભિન્ન એવી ઉત્તરપ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમ ભજનાએ થાય છે જેમાં સંક્રમ કરવો છે તેનો બંધ ચાલતો હોય તો જ સંક્રમ થાય છે. એટલે કે આધારભૂત (પતગ્રહ) પ્રકૃતિનો બંધ ચાલતો હોવો જોઈએ, અન્યથા સંક્રમ થતો નથી તથા જેનો સંક્રમ કરવો છે તેની સત્તા હોય તો સંક્રમ થાય છે અન્યથા થતો નથી. માટે ભજના (વિકલ્પના) કહી છે. ભજના (વિકલ્પ) લખવાનું કારણ આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, કષાય સોળ, મિથ્યાત્વમોહ, ભય, જુગુપ્સા, તૈજસ-કાશ્મણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ અને અંતરાય પાંચ આ સુડતાલીસ ઉત્તરપ્રકૃતિઓ ધ્રુવબંધી છે. તે સુડતાલીસમાંથી જે જે પ્રકૃતિ બંધાતી હોય તેમાં પોતાના મૂલકર્મથી અભિન્ન એવી ઉત્તર પ્રવૃતિઓનો પરસ્પર સંક્રમ હંમેશાં દસ ગુણસ્થાનક સુધી થાય છે. જેમકે જ્ઞાનાવરણીય કર્મની અંદર મતિજ્ઞાનાવરણીય કર્મમાં શ્રુતજ્ઞાનાવરણીયાદિ ચારનો અને તે ચારેમાં મતિજ્ઞાનાવરણીય આદિ શેષ ચારેનો આમ પરસ્પર સંક્રમ થાય છે.
(૫) પરંતુ બાકીની જે અધૃવબંધી ૭૩ પ્રકૃતિઓ છે તેઓનો પોતાના મૂલકર્મથી અભિન્ન એવી ઉત્તરપ્રકૃતિ બંધાતી હોય તો જ બંધાતીમાં ન બંધાતી પ્રકૃતિનો સંક્રમ થાય છે. જેમકે સાતવેદનીય બંધાતું હોય ત્યારે તે સાતામાં ન બંધાતી અસાતાનો સંક્રમ થાય છે. પરંતુ તે બંધાતી સાતાનો ન બંધાતી અસાતામાં સંક્રમ થતો નથી. એવી જ રીતે અસાતા બંધાતી હોય ત્યારે બંધાતી અસાતામાં ન બંધાતી સાતાનો સંક્રમ થાય છે. પણ બંધાતી એવી અસાતાનો સંક્રમ ન બંધાતી એવી સાતામાં તે કાલે થતો નથી. માટે મૂલગાથામાં ભજનાએ સંક્રમ કહ્યો છે. આ વિષયમાં થોડા અપવાદ છે તે આ પ્રમાણે છે.
(૬) બીજા-ત્રીજા ગુણસ્થાનકમાં રહેલા જીવો દર્શનમોહનીય ત્રણ કર્મનો પરસ્પર સંક્રમ કરતા નથી.
(૭) દરેક કર્મોની બંધાવલિકા, ઉદયાવલિકા અને સંક્રમાવલિકા સકલ કરણને અયોગ્ય હોય છે. માટે તે આવલિકાગત કર્મનો સંક્રમ થતો નથી. વિશેષ અપવાદ પંચસંગ્રહ-કમ્મપયડથી જાણવા, આ પ્રકૃતિસંક્રમ સમજાવ્યો. બાકીના પ્રદેશસંક્રમ સ્થિતિસંક્રમ અને અનુભાગસંક્રમ પણ ઉપરોક્ત ન્યાયને ધ્યાનમાં રાખીને મૂલકર્મથી અભિન્ન એવી બંધાતી ઉત્તરપ્રકૃતિમાં થાય છે તે વિષય સ્થાનાન્તરથી (પંચસંગ્રહભાગ બીજો અને કમ્મપયડિ ઈત્યાદિ ગ્રંથોથી) જાણી લેવો. ll૧૯૩૯ો.