________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
(BUTTER - DT. 16-3-2009)
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૫૫
ગગનગામી તો છે પણ તેને વિમાન ન કહી શકાય. કારણ કે તે રત્નનાં બનેલાં નથી. આ કારણે જ અભ્રવિકાર અને પવનાદિના વ્યવચ્છેદ માટે જ “રત્નમયત્વ” આવું વિશેષણ હેતુમાં લગાડેલું છે.
હે મૌર્યપંડિત ! આ રીતે રત્નમય હોતે છતે ગગનગામી હોવાથી આ અલૌકિક દેવવિમાનો જ છે અને તેમાં દેવોનો વસવાટ છે. તે વિમાનો સદા શૂન્ય નથી. માટે દેવોના આલયસ્વરૂપ છે. દેવોનાં નિવાસસ્થાનો છે. ૧૮૭૨॥
ફરીથી બીજી રીતે શંકા કરીને ઉત્તર આપતાં કહે છે
-
...455
हो मई मायं, तहावि तक्कारिणो सुरा जे ते ।
न य मायाइविगारा, पुरं व निच्चोवलम्भाओ ॥१८७३ ॥
(भवेद् मतिर्मायेयं, तथापि तत्कारिणः सुरा येते ।
न च मायादिविकाराः पुरमिव नित्योपलम्भात् ॥ )
ગાથાર્થ - કદાચ મૌર્યપંડિતને આવી બુદ્ધિ થાય કે “આ વિમાનો નથી, પણ માયા માત્ર છે’” તો પણ તે માયાને કરનારા જે છે તે દેવો જ છે અથવા આ માયાદિ રૂપ વિકારો નથી. કારણ કે નગરની જેમ નિત્ય દેખાય છે. II૧૮૭૩
વિવેચન - હવે કદાચ મૌર્યપંડિતની આવી મતિ થાય અર્થાત્ તેમના મનમાં કદાચ આવી શંકા થાય કે આકાશમાં જે આ ચંદ્રાદિનાં વિમાનો દેખાય છે તે ખરેખર વિમાનો
નથી, ગોળાઓ નથી, આલયસ્થાનો પણ નથી, માયામાત્ર છે. અર્થાત્ કોઈએ રચેલી ઈંદ્રજાલ માત્ર છે. કોઈ માયાવીએ આવાં બનાવટી વિમાનો રચ્યાં છે. વાસ્તવિક તે વિમાનો નથી. આ તો માયાનો પ્રયોગ કર્યો છે.
ઉત્તર - જો કે આ વિમાનો એ વિમાનો જ છે, માયા નથી. તેનું માયાપણું તમારા વડે વાણીમાત્રથી જ કહેવાય છે. કોઈ તર્ક તો અપાતો જ નથી. તેથી અસિદ્ધ છે. તર્કસિદ્ધ નથી. છતાં માની લઈએ કે આ વિમાનો એ માયા છે. તો પણ આવા પ્રકારની વિમાનોની રચના કરવાની માયાનો પ્રયોગ કરનારા જે છે તે તો નિયમા દેવ જ છે. કારણ કે મનુષ્યાદિમાં (મનુષ્યોમાં તથા તિર્યંચોમાં) તેવા પ્રકારની માયા રચવારૂપ વૈક્રિય કરવાની લબ્ધિ દેખાતી નથી. માટે માયામય છે - આમ માનો તો પણ તે માયાને રચનારા એવા દેવો છે. આમ દેવોની સિદ્ધિ તો થાય જ છે. અમે જે આ ઉત્તર આપ્યો તે વિમાનો માયામય છે એમ સ્વીકારીને ઉત્તર આપ્યો છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે આ