________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
456
૪૫૬
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ વિમાનો એ માયાદિ વિકારો રૂપ નથી, સાચાં વિમાનો જ છે. કારણ કે નિત્ય દેખાય છે. સર્વ મનુષ્ય-તિર્યંચોને સર્વ કાળે પ્રતિદિન ઉગતાં અને આથમતાં દેખાય છે. જેમ પ્રસિદ્ધ એવાં પાટલિપુત્ર (તે સમયનું પ્રસિદ્ધ શહેર - હાલ પટ્ટણા) આદિ નગરો નિત્ય દેખાય છે. તેથી તે માયા નથી પણ સાચાં નિવાસસ્થાનો છે. તેમ આ વિમાનો નિત્ય ઉપલંભવાળાં છે. માટે સાચાં આલયસ્થાનો છે. માયા વડે કરાયેલી અથવા ઈદ્રજાલરૂપે કરાયેલી જે જે વસ્તુઓ હોય છે તે તે વસ્તુઓ નિત્ય દેખાતી નથી. આ માટે જ નિત્ય એવું વિશેષણ હેતુમાં ઉમેર્યું છે.
આ સઘળાં વિમાનો પ્રતિદિન સમયસર દેખાય છે. દરરોજ ઉગે છે અને આથમે છે. માટે રત્નનાં ગગનગામી એવાં દેવવિમાનો જ છે, આલયસ્થાનો જ છે. તેમાં તેના સ્વામી દેવો વસે છે. આ રીતે “દેવો છે” આમ સિદ્ધ થાય છે. ll૧૮૭all
બીજી રીતે પણ દેવોનું અસ્તિત્વ સમજાવતાં કહે છે - जइ नारगा पवन्ना पगिट्ठपावफलभोइणो तेणं । सुबहुगपुण्णफलभुजो, पवज्जियव्वा सुरगणा वि ॥१८७४॥ ( यदि नारकाः प्रपन्नाः प्रकृष्टपापफलभोगिनस्तेन । सुबहुकपुण्यफलभुजः प्रपत्तव्या सुरगणा अपि ॥)
ગાથાર્થ - જો ઉત્કૃષ્ટ પાપના ફલને ભોગવનારા નારકી જીવો તમે સ્વીકાર્યા છે. તો તે જ ન્યાયે ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા દેવગણને પણ સ્વીકારવા જોઈએ. I/૧૮૭૪.
વિવેચન - હે મૌર્યપંડિત ! પોતાના કરેલા ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા નારકી જીવો આ સંસારમાં હોવા જોઈએ અને એ નારકીના જીવોને જો તમે સ્વીકાર્યા છે તો એ જ ન્યાયે પોતાના જ ઉપાર્જન કરેલા ઉત્કૃષ્ટ બહુ પુણ્યફલને ભોગવનારા દેવોનો સમૂહ પણ સ્વીકારવો જોઈએ. જો પાપફલને ભોગવનાર નારકી છે આવું તમે માનો છો તો પુણ્યફળ ભોગવનારા દેવો પણ છે, આવું સ્વીકારવું જોઈએ.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! નારકી અને દેવ એકે ન માનીએ અને આ મનુષ્યલોકમાં જ અતિશય દુઃખી એવા જે મનુષ્યો છે તથા અતિશય દુઃખી એવા જે તિર્યો છે તે જ ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા છે. તથા અતિશય સુખી એવા જે મનુષ્યો છે તે મનુષ્યો જ ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા છે. આમ માની લઈએ તો શું ખોટું છે ? નાહક