________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
(BUTTER - DT. 16-3-2009)
...457
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૫૭
ન દેખાતા એવા નારક અને દેવોની કલ્પના કરવા વડે શું લાભ ? આ મૃત્યુલોકમાં જ જે બહુદુઃખી છે તે ઉત્કૃષ્ટ પાપફળના ભોગી છે અને જે અતિશય સુખી તે ઉત્કૃષ્ટ પુણ્યફળના ભોગી છે. બસ અહીં જ દુઃખ-સુખ છે. નારકી-દેવો જેવું કશું જ નથી. આમ જ માનીએ તો શું દોષ આવે ?
ભગવાન - તમારો આ પ્રશ્ન અયુક્ત છે. ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા જીવોને સર્વ પ્રકારે દુઃખ જ દુઃખ હોવું જોઈએ અને અહીં મનુષ્યલોકમાં અતિશય દુઃખી એવા પણ મનુષ્ય-તિર્યંચોને સર્વ પ્રકારે દુઃખ દેખાતું નથી. કારણ કે દુઃખી એવા તિર્યંચોને અને મનુષ્યોને આર્થિક-શારીરિક-માનસિક ઘણાં દુઃખો હોય તો પણ સુખ આપનાર એવા પવન-પ્રકાશાદિ દ્વારા મળતું સુખ સર્વે પણ મનુષ્ય-તિર્યંચોને દેખાય છે. માટે ઉત્કૃષ્ટ પાપફળ ભોગવવાનું સ્થાન મનુષ્ય-તિર્યંચના ભવ કરતાં પણ નારકીનો ભવ વધારે દુ:ખી અવશ્ય છે.
એવી જ રીતે ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા જીવોને સર્વ પ્રકારનું સુખ જ હોવું જોઈએ. તે સર્વપ્રકારનું સુખ આ મનુષ્યલોકમાં રહેલા જીવોને (મનુષ્ય-તિર્યંચોને) અતિશય સુખ હોય તે પણ સંભવતું નથી. કારણ કે અપવિત્ર પદાર્થોથી (ચરબી-લોહી-હાડ-માંસવીર્ય આદિ ગંદા પદાર્થોથી) ભરેલા આ શરીરથી ઉત્પન્ન થયેલાં દુઃખો તથા રોગ, જરા (ઘડપણ), ઈષ્ટ વિયોગ અને અનિષ્ટસંયોગ આદિથી થયેલાં દુ:ખો અતિશય સુખી મનુષ્યતિર્યંચોને પણ હોય છે. તેથી ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા જીવો મનુષ્ય-તિર્યંચ કરતાં કોઈક જુદા જીવો છે અને તે દેવો છે.
આ રીતે ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા અતિશય દુઃખી જેમ નારકી છે. તે જ રીતે ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા અતિશય સુખી દેવો પણ અવશ્ય છે. આ રીતે દેવોનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ.
૧૮૭૪
મૌર્યપંડિતજી પ્રશ્ન કરે છે કે જો દેવો છે તો તે સ્વચ્છંદચારી છે. પોતાની ઈચ્છા પ્રમાણે ગમનાગમન કરનારા છે. તો ક્યારેય પણ તેઓ આ લોકમાં કેમ આવતા નથી ? કેમ દેખાતા નથી ? ઈચ્છા મુજબ આવી શકે છે, તો ક્યારેય પણ આવતા-જતા કેમ દેખાતા નથી ? આ પ્રશ્નનો ઉત્તર કહે છે -
संकंत दिव्वपेम्मा, विसयपसत्ताऽसमत्तकत्तव्वा ।
अणहीणमणुयकज्जा, नरभवमसुहं न एंति सुरा ॥ १८७५ ॥