________________
૯૮
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ હું જાતે જ ત્યાં જાઉં છું અને તે ઈન્દ્રજાળીયાની ઈન્દ્રજાળ વડે ભ્રમિત થયું છે મન જેનું એવા વિદ્યાધર લોકો, સામાન્ય મનુષ્યો, દેવો અને દાનવોના સમૂહના માનપાન અને વન્દનાદિ દ્વારા અભિમાની બનેલા એવા તે શ્રમણની સાથે હું ગમે છતે જે વાદ-વિવાદ થશે તેને સમગ્ર લોકો જોશે, મારા ભાઈને ગમે તેમ બોલવામાં બાંધીને હરાવી દીધો હશે. પરંતુ હું તો સમગ્ર લોકો દેખતે છતે તે શ્રમણકની સાથે વાદ-વિવાદ કરીશ અને તેને નક્કી હરાવીશ. આવા વિચારો કરતા કરતા અગ્નિભૂતિ સમવસરણ તરફ જાય છે. ./૧૬૦૭ll
सो पक्खंतरमेगंपि जाइ जइ मे तओ मि तस्सेव । सीसत्तं होज गओ, वोत्तुं पत्तो जिणसगासे ॥१६०८॥ (स पक्षान्तरमेकमपि, याति यदि मे ततस्तस्यैव ।। शिष्यत्वेन भवेयं गत, उक्त्वा प्राप्तो जिनसकाशे ॥)
ગાથાર્થ - જો તે શ્રમણ મારા એક પણ પક્ષવિશેષને જાણી શકે તો તો તેનો શિષ્ય થઈ જાઉં. આવું (અભિમાનપૂર્વક) બોલીને તે શ્રી વીરપરમાત્મા પાસે ગયા. /૧૬૦૮
વિવેચન - લોકો દ્વારા પોતાના ભાઈનો પરાભવ સાંભળીને ગુસ્સે ભરાયેલા, ફૂંફાડા મારતા, શિષ્યો વડે બિરદાવલિ બોલાવતા એવા તે અગ્નિભૂતિ મનમાં ને મનમાં બોલે છે કે મારો ભાઈ ઈન્દ્રભૂતિ તે શ્રમણ વડે ત્યાં કેવી રીતે જિતાયો ? તે તો કોણ જાણે ? પરંતુ હું એવા પક્ષ, હેતુ અને ઉદાહરણ આપીશ કે તે શ્રમણ હારી જ જાય, કંઈ બોલી જ ન શકે. જો મારા એકપણ પક્ષવિશેષને તે જાણી શકે એટલે કે હેતુ અને ઉદાહરણ સાથે મુકેલા મારા પક્ષવિશેષનો (મારા અનુમાનનો) પ્રત્યુત્તર આપવામાં જો કેમે કરી તે શ્રમણ સમર્થ થાય તો તો તે શ્રમણનો હું શિષ્ય બની જાઉં. સારાંશ કે મારા તર્કો, મારાં ઉદાહરણો અને મેં કરેલાં અનુમાનો એવા હશે કે તેમાંના એક પણ તર્કનો તે જવાબ ન આપી શકે. વાદસ્થાનમાં હું ઘણો જ નિપુણ છું. એવા તર્કો અને અનુમાન રજુ કરીશ કે જેમાંના એક પણ તર્કનો અને અનુમાનનો તે શ્રમણ પ્રત્યુત્તર ન આપી શકે અને ઘડીના છઠ્ઠા ભાગમાં હારી જાય. લોકો પણ સર્વે દેખતા રહે અને તે પુંઠ વાળીને ભાગે.
- જો મારા એક પણ તર્કનો અને અનુમાનનો સાચો પ્રત્યુત્તર તે આપી શકે તો તો હું તેનો શિષ્ય (ગુલામ) થઈ જાઉં. એ એના મનમાં શું સમજે છે ? આવા પ્રકારનો વાણીનો ગર્જારવ કરતા કરતા હોઠ ફફડાવતા ફફડાવતા તે અગ્નિભૂતિ સમવસરણ તરફ જાય છે. અંતે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે પહોંચ્યા. /૧૬૦૮