________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૭૭
અસ્તિતા” જ સિદ્ધ થાય છે. શૂન્યતા ક્યાં રહી ? જેમ વૃક્ષત્વજાતિ અને શિંશપાત્વ (નામની તેની પેટા) જાતિ આ બન્ને એક હોવાથી વૃક્ષત્વ એ જાતિસ્વરૂપે વસ્તુવિશેષ છે. તો શિંશપાત્વ એ પણ તેનાથી અભિન્ન હોવાથી વસ્તુવિશેષ છે. આમ અસ્તિતા જ સિદ્ધ થાય છે. શૂન્યતા રહેતી નથી.
હવે જો વિજ્ઞાન અને વચનોથી શૂન્યવાદી એવા તમે ભિન્ન છો તો વિજ્ઞાનથી ભિન્ન છો માટે જ્ઞાન વિનાના અજ્ઞાની છો અને વચન વિનાના હોવાથી વાણી વિનાના છો. તો કંઈપણ નહી જાણતા (અર્થાત્ સર્વથા અજ્ઞાની) એવા તમે અને વાણી વિનાના (એટલે કે કંઈ પણ નહીં બોલતા) એવા તમે શૂન્યતાને સિદ્ધ શી રીતે કરી શકશો? જેમ પત્થરોનો ઢગલો (શિલાસંઘાત) જ્ઞાન વિનાનો (જડ) હોવાથી અને વાચા વિનાનો હોવાથી કંઈ પણ સાધી શકતો નથી. તેમ તમે પણ વિજ્ઞાન અને વાણી વિનાના હોવાથી શિલાસંઘાતતુલ્ય જ છો. આવા તમે શૂન્યતાની સિદ્ધિ કેમ કરી શકશો? આ રીતે શૂન્યતાની સિદ્ધિ થતી જ નથી. ll૧૭૨૧||
તમે પૂર્વે ગાથા નંબર ૧૬૯૩ માં ઘટ અને અસ્તિત્વધર્મ સર્વથા એક છે? કે સર્વથા ભિન્ન છે ? આવા બે પક્ષો પાડીને તમે કહેલું કે જો ઘટ અને અસ્તિત્વ સર્વથા એક હોય તો ઘટમાં જ અસ્તિત્વ સમાઈ જવાથી ઘટબહાર ક્યાંય અસ્તિત્વ ન રહેવાથી પટાદિ ઈતર પદાર્થો દેખાવા જ ન જોઈએ તથા પટાદિ જો ઈતર પદાર્થોરૂપ પ્રતિપક્ષ કોઈ ન હોય તો પ્રતિપક્ષના અભાવથી ઘટ પણ નથી જ. આમ સર્વત્ર શુન્યતા થઈ જશે. આવા વિકલ્પો તમે જે પૂર્વે કહેલા ત્યાં ઉત્તર આપતાં પરમાત્માશ્રી સમજાવે છે કે –
घडसत्ता घडधम्मो, तत्तोऽणण्णो पडाइओ भिण्णो । अत्थित्ति तेण भणिए, को घड एवेति नियमोऽयं? ॥१७२२॥ (घटसत्ता घटधर्मस्ततोऽनन्यः पटादितो भिन्नः । अस्तीति तेन भणिते, को घट एवेति नियमोऽयम् ? ॥)
ગાથાર્થ – ઘટની સત્તા એ ઘટનો ધર્મ છે. તેથી તે ઘટસત્તા ઘટથી અભિન્ન છે અને પટાદિથી ભિન્ન છે. પણ “માત્ર અસ્તિ” કહ્યું છતે “ઘટ જ છે” આવો નિયમ કેમ થાય ? //૧૭૨૨ા.
વિવેચન - “સ્તિત્વ" બે જાતનું કહેવાય છે. એક સામાન્ય અસ્તિત્વ કે જે સર્વ વસ્તુઓમાં વ્યાપકપણે વર્તે છે અને બીજું ઘટ સંબંધી અસ્તિત્વ, પસંબંધી અસ્તિત્વ, મઠસંબંધી અસ્તિત્વ, આવા પ્રકારનાં જે જે અસ્તિત્વ છે તે અનુક્રમે ઘટનું અસ્તિત્વ એ