________________
૨૭૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ઘટનો ધર્મ કહેવાય. તે ઘટમાં જ હોય, પટાદિમાં ન હોય. તેથી ઘટ એ પટથી ભિન્ન છે. આ જ રીતે પટનું અસ્તિત્વ એ પટનો ધર્મ કહેવાય તે પટમાં જ હોય, ઘટાદિમાં ન હોય. તેથી પટ એ ઘટથી ભિન્ન કહેવાય. મઠનું અસ્તિત્વ એ મઠનો જ ધર્મ કહેવાય, મઠમાં જ હોય અને ઘટ-પટાદિમાં ન હોય. તેથી મઠ એ ઘટ-પટાદિથી ભિન્ન કહેવાય. આ રીતે સામાન્ય અસ્તિત્વ સર્વત્ર વ્યાપક હોવા છતાં પણ ઘટીય અસ્તિત્વ તો ઘટમાં જ હોય છે. તે ઘટીય અસ્તિત્વ એ ઘટના જ ધર્મ છે, પટનો નથી. તેથી ઘટ એ પટથી ભિન્ન છે. આમ સર્વત્ર સમજવું. જેમ વૃક્ષત્વ સર્વે વૃક્ષોમાં હોવા છતાં પણ શિંશપાત્વ સર્વે વૃક્ષોમાં હોતું નથી. તેમ અસ્તિત્વ સામાન્ય સર્વત્ર હોવા છતાં પણ ઘટસત્તા એ ઘટના જ ધર્મ હોવાથી ઘટમાં જ રહે છે, પટમાં નહીં. તેથી ઘટ એ પટથી ભિન્ન છે.
આ રીતે વિચારતાં “સામાન્ય અસ્તિત્વ” કેવલ એકલા ઘટમાં પ્રવેશી જતું નથી, ઘટમાં પણ હોય છે અને પટાદિ ઈતર પદાર્થોમાં પણ હોય છે. તેથી સંસારમાં ઘટ જ હોય અને ઈતર પદાર્થો ન હોય આમ બનતું નથી. કારણ કે સામાન્ય અસ્તિત્વ બધામાં છે જ. તથા ઘટસંબંધી અસ્તિત્વ એ કેવલ ઘટમાં જ છે, પટાદિમાં નથી. તો પણ પટાદિ ઈિતરપદાર્થો નથી એમ નહીં. કારણ કે તે પટાદિમાં પણ પટીય અસ્તિત્વ અને મઠમાં મઠીય અસ્તિત્વ છે જ. પોતપોતાની સત્તા એ પોતપોતાનો ધર્મ હોવાથી પોતપોતાના ધર્મીમાં જ રહે છે. માટે “ઘટ જ છે” અને ઈતર કોઈ પદાર્થો નથી આવો નિયમ કેવી રીતે બનશે? અર્થાત્ આવો નિયમ બનતો નથી.
સામાન્ય અસ્તિત્વ (મહાસામાન્ય) સર્વ પદાર્થોમાં હોવાથી સર્વે પદાર્થો સત્ છે, પણ શૂન્યતા નથી અને ઘટીય અસ્તિત્વ એ ઘટમાત્રમાં જ હોય છે, સર્વત્ર હોતું નથી. તથા પટીય અસ્તિત્વ, મઠીયઅસ્તિત્વ ઈત્યાદિ પોતપોતાની સત્તા પોતપોતાનામાં જ માત્ર હોવાથી સર્વે પણ પદાર્થો સત્ છે, અસ્તિત્વરૂપ છે, હોવા સ્વરૂપ છે, શૂન્યતા નથી. ઘટની સત્તા એ ઘટનો જ ધર્મ છે. માટે ઘટમાં જ રહે છે, પટાદિમાં રહેતી નથી. પરંતુ તેથી પટાદિ કંઈ શૂન્ય બની જતા નથી. કારણ કે તે પટાદિમાં પણ પટાદિની પોતાની સત્તા તો હોય જ છે. વિવેકપૂર્વક જો આ વાત સમજવામાં આવે તો આ વાત સમજાઈ જાય તેમ છે. ll૧૭૨૨ા
આ જ ૧૬૯૩ મી ગાથામાં તમે જે એમ કહેલું કે “ઘટ અને અસ્તિત્વ” નું એકત્વ (અભેદ) માનવાથી આ સંસારમાં “જે જે પદાર્થો અસ્તિસ્વરૂપ છે તે તે સઘળા ય પણ પદાર્થો અસ્તિસ્વરૂપ હોવાથી ઘટાત્મક બની જશે” આ તમારું બોલવું પણ ખોટું છે. કારણ કે સામાન્ય અસ્તિત્વ અને ઘટ આ બન્નેનો અભેદ નથી, પણ ઘટીય અસ્તિત્વ અને ઘટના અભેદ છે તેવી જ રીતે પટીય અસ્તિત્વ અને પટનો અભેદ છે. મઠીય અસ્તિત્વ અને