________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૭૯ મઠનો અભેદ છે. આમ સર્વત્ર કથંચિત્ અસ્તિત્વ અને તે તે પદાર્થનો અભેદ છે. પણ સામાન્ય અસ્તિત્વમાત્રનો તે તે પદાર્થની સાથે અભેદ નથી. આ અર્થ પૂર્વે સમજાવેલી ગાથામાંથી નીકળી આવે છે. તો પણ આ અર્થ વધારે સ્પષ્ટ કરતાં પરમાત્મા જણાવે છે કે -
जं वा जदत्थि तं तं घडोत्ति सव्वघडयापसंगो को ? । भणिए घडोत्थि व कहं, सव्वत्थित्तावरोहो त्ति ? ॥१७२३॥ ( यद्वा यदस्ति तत्तद् घट इति सर्वघटताप्रसङ्गः कः ? ।
તે ઘટોતિ વા, થં સર્વાસ્તિત્વીવલેણ રૂતિ ? )
ગાથાર્થ - “જે જે છે તે તે સર્વે ઘટ થઈ જશે” આમ સર્વત્ર ઘટતા માનવાનો પ્રસંગ કેવી રીતે આવે ? અથવા “ઘટ છે” આમ કહ્યું છતે સર્વત્ર રહેલા અસ્તિત્વનો વિરોધ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય ? /૧૭૨૩ll
વિવેચન - “ઘટ અને અસ્તિત્વ” આ બન્નેમાં ઘટ એ ધર્મી છે અને અસ્તિત્વ એ ધર્મ છે. આ બન્નેનો જો અભેદ માનશો તો ઘટ અને અસ્તિત્વ આ બન્ને સર્વથા એકમેક થવાથી જ્યાં જ્યાં અસ્તિત્વ હશે ત્યાં બધે જ ઘટતા આવી જવાથી સર્વત્ર જગતમાત્રના સર્વ પદાર્થો ઘટસ્વરૂપ બની જશે. સર્વત્ર ઘટતા માનવાનો પ્રસંગ આવશે. એવો એક દોષ તમે અમને જૈનોને ૧૬૯૩ મી ગાથામાં આપેલો અને બીજો દોષ તમે તે જ ગાથામાં એવો આપેલો કે ઘટની સાથે અસ્તિત્વનો અભેદ થવાથી ઘટમાં જ અસ્તિત્વ ઘુસી ગયું એટલે બહાર ક્યાંય અસ્તિત્વ રહ્યું જ નહીં. તેથી પટ-મઠ આદિ ઈતર પદાર્થોમાં સર્વત્ર જે અસ્તિત્વ દેખાય છે તેનો વિરોધ આવશે, ઈતર સર્વે પદાર્થો શૂન્ય થઈ જશે. આવો બીજો દોષ તમે અમને જૈનોને આપેલો. પરંતુ ઘટ અને સામાન્ય અસ્તિત્વનો અભેદ અને જૈનો કહેતા જ નથી; કે જેથી તમારા કહેલા ઉપરના બને દોષો અમને આવે ? અમે જૈનો શું કહીએ છીએ અને જગતમાં પદાર્થોનું સ્વરૂપ શું છે ? તે તો કંઈક શાન્ત ચિત્તે વિચારો. જો તમે ધ્યાનપૂર્વક અમારી વાત સાંભળશો અને સમજશો તો એક પણ દોષ આવતો નથી. જુઓ -
જ્યાં જ્યાં ઘટીય (ઘટસંબંધી) અસ્તિત્વ હોય છે ત્યાં ત્યાં જ ઘટ હોય છે. એવી રીતે જ્યાં જ્યાં પટીય (પસંબંધી) અસ્તિત્વ હોય છે ત્યાં ત્યાં જ પટ હોય છે. આમ હોવાથી સર્વત્ર ઘટ માનવાનો પ્રસંગ કેમ આવે? અર્થાત્ ન આવે. કારણ કે ઘટમાં રહેલું જે ઘટસંબંધી અસ્તિત્વ છે જેને ઘટસત્તા કહેવાય છે, તે જ ઘટનો ધર્મ છે. સામાન્ય અસ્તિત્વ એ ઘટની સત્તા = ઘટનો ધર્મ નથી. તેથી જ્યાં જ્યાં ઘટસત્તા હોય છે ત્યાં