________________
૨૮૦
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ત્યાં જ ઘટ હોય છે. સર્વત્ર ઘટતા માનવાનો પ્રસંગ આવતો જ નથી. આ રીતે પ્રથમ દોષ નથી આવતો તે સમજાવ્યું.
તથા જે જે ઘટીય અસ્તિત્વ છે તે તે જ ઘટની સાથે રહેલું છે. સામાન્ય અસ્તિત્વ તો ઘટમાં અને ઘટની બહાર પણ સર્વત્ર રહેલું છે. જેમ શિંશપાસંબંધી જે વૃક્ષત્વ છે, તે જ વૃક્ષત્વ શિંશપામાત્રમાં વર્તે છે બહાર નહીં. પરંતુ સામાન્ય વૃક્ષત્વ તો શિંશપામાં પણ છે અને શિંશપાની બહાર પણ છે જ. તેની જેમ ઘટીય અસ્તિત્વ એ ઘટમાત્રમાં જ વર્તે છે. પરંતુ સામાન્ય અસ્તિત્વ માત્ર તો ઘટમાં પણ છે અને બહાર પણ પટાદિ સર્વે ઈતર પદાર્થોમાં પણ છે. તેથી જયં સર્વત્રવિરોધ = પટાદિ સઘળાય પણ ઈતર પદાર્થોમાં જે અસ્તિત્વ છે તેનો વિરોધ કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. સર્વ ઠેકાણે સામાન્ય અસ્તિત્વ ધર્મ છે જ.
જેમ ચૈત્ર-મૈત્રાદિ ભાવો વ્યાપ્ય છે અને મનુષ્યત્વ એ વ્યાપક છે. તેથી જે જે ચૈત્રમૈત્ર હોય તે નિયમો મનુષ્ય જ હોય, પરંતુ જે જે મનુષ્ય હોય તે બધા ચૈત્ર-મૈત્ર હોય એવો નિયમ નથી. તેવી જ રીતે જે જે ઘટ-પટ હોય તે નિયમા અસ્તિસ્વરૂપ હોય છે. પરંતુ જે જે અતિ-આત્મક હોય છે તે તે નિયમા ઘટ-પટ જ હોય એવો નિયમ નથી. ઘટત્વ-પટવ એ વ્યાપ્યધર્મ છે અને અસ્તિત્વ એ વ્યાપક ધર્મ છે. આવો વિવેક કરવો જોઈએ. “અસ્તિત્વ” એ સામાન્ય ધર્મ છે. સર્વત્ર વિદ્યમાન છે. વ્યાપક છે. આ જ અસ્તિત્વને ઘટીય-પટીય ઈત્યાદિ વિશેષણોથી વિશિષ્ટ કરો એટલે તે વિશિષ્ટ અસ્તિત્વ થાય. અને તે તે અસ્તિત્વ છે તે પદાર્થમાત્રમાં જ હોય છે. સર્વત્ર વ્યાપક નથી. /૧૭૨૩
વ્યક્તપંડિતે રજુ કરેલા પરપક્ષનું ખંડન કરીને હવે આંબાના વૃક્ષનું ઉદાહરણ આપીને ભગવાન સ્વપક્ષ સમજાવતાં કહે છે કે -
अत्थित्ति तेण भणिए, घडोऽघडो वा, घडो उ अत्थेव । चुओऽचुओ व दुमो, चुओ उ जहा दुमो नियमा ॥१७२४॥ (अस्तीति तेन भणिते, घटोऽघटो वा, घटस्त्वस्त्येव । चूतोऽचूतो वा द्रुमश्चुतस्तु यथा द्रुमो नियमात् ॥)
ગાથાર્થ - “તિ = વસ્તુ છે” આમ કહ્યું છતે ઘટ પણ હોય અને અઘટ પણ હોય, પરંતુ “ઘટ છે” આમ કહ્યું છતે ઘટ નિયમો હોય જ છે. જેમ કુમ (વૃક્ષ) કહેવાથી ચૂત (આંબો) પણ હોય અને અચૂત (આંબા વિનાના લીંબડા આદિ) પણ હોય, પરંતુ ચૂત છે (આંબો છે). આમ કહેવાથી તે ચૂત (આંબો) નિયમા વૃક્ષ જ છે. 7/૧૭૨૪ો