________________
૪૯૨
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
વૃદ્ધિ થાય છે. યાવત્ ઉત્કૃષ્ટપણે સ્વર્ગના સુખની પ્રાપ્તિ પણ થાય છે. આ રીતે અપથ્ય આહારની વૃદ્ધિથી રોગની વૃદ્ધિ અને અપથ્ય આહારની હાનિથી રોગની હાનિ અને આરોગ્યની વૃદ્ધિ જેમ થાય છે તેમ પાપના ઉત્કર્ષથી દુઃખની વૃદ્ધિ અને પાપના અપકર્ષથી જ દુઃખની હાનિ અને સુખની વૃદ્ધિ ઘટી શકે છે. પુણ્યકર્મ માનવાની શી જરૂર છે ?
તથા અપથ્ય આહારનો સર્વથા ત્યાગ કરવાથી જેમ પરમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે એમ પાપકર્મનો સર્વથા ક્ષય થયે છતે આ જીવનો મોક્ષ થાય છે. આ પ્રમાણે આ સંસારમાં કેવલ એકલું પાપકર્મ જ છે પુણ્યકર્મ જેવું કોઈ તત્ત્વ નથી, પાપની વૃદ્ધિમાં દુઃખની વૃદ્ધિ અને પાપની હાનિમાં દુઃખની હાનિ એટલે કે સુખની વૃદ્ધિ અને પાપનો સર્વથા ક્ષય થાય ત્યારે મુક્તિ થાય છે. આ બીજો પક્ષ જાણવો. પાપકર્મ જ એક છે. પુણ્ય કર્મ નથી પાપકર્મની હાનિ-વૃદ્ધિથી જ સુખ-દુઃખ ઘટી શકે છે. આવું માનનારાઓનો આશય આ ગાળામાં સમજાવ્યો છે. ||૧૯૧oll
સંકીર્ણ બનેલું અથવા પુણ્ય અને પાપ જેમાં મિશ્ર છે એવું “પુણ્યપાપ” નામનું એક જ કર્મ છે. બે કર્મ જુદાં જુદાં નથી. આવો ત્રીજો પક્ષ કેટલાકનો છે. તે હવે સમજાવે છે -
साहारणवण्णादि व अह साहारणमहेगमेत्ताए । उक्करिसावगरिसओ, तस्सेव य पुण्णपावक्खा ॥१९११॥ (साधारणवर्णादीवाथ साधारणमथैकमात्रया । उत्कर्षापकर्षतस्तस्यैव च पुण्यपापाख्या ॥)
ગાથાર્થ - જેમ સાધારણ વર્ણાદિવાળી તુલ્ય માત્રાએ બે વસ્તુ સાથે મળી હોય તેમ આ બન્નેનું સરખી માત્રાથી મળેલું એક કર્મ છે અને તેમાં જ ઉત્કર્ષ તથા અપકર્ષ થવાથી તેનું જ પુણ્ય અથવા પાપ આવું નામ પ્રવર્તે છે. l/૧૯૧૧/l
વિવેચન - આ ગાથામાં ત્રીજા વિકલ્પની વાત કરે છે. કેટલાક દર્શનકારો એકલું પુણ્યકર્મ જ છે આમ માને છે આ પહેલો વિકલ્પ છે. કેટલાક એકલું પાપકર્મ જ છે આમ માને છે આ બીજો વિકલ્પ છે. તેમ ત્રીજો વિકલ્પ આવો છે એટલે કે બીજા કેટલાક દર્શનકારોનું એવું માનવું છે કે પુણ્ય અને પાપ બન્ને સરખી-સરખી માત્રાએ સાથે મળીને બનેલું-સંકીર્ણ થયેલું “પુણ્યપાપ” આવા નામવાળું એક જ કર્મ છે. જેમ સરખી-સરખી માત્રાએ હરિતાલ (હરડે) અને ગુલિક (ગોળ) વગેરે બે પદાર્થો સાથે મળીને એક દ્રવ્ય બન્યું હોય તેમ આ બન્ને સરખી માત્રાએ સાથે મળીને બનેલા એક દ્રવ્યરૂપ કર્મ છે.