________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૪૯૩
અથવા જેમ મેચકમિણ અનેક વર્ણોનો બનેલો છે તેમ આ કર્મ પણ બન્ને ભાવોના મિશ્રણરૂપે બનેલું છે. અથવા જેમ નરસિંહ અવતાર આદિમાં અર્ધો નર અને અર્ધો સિંહ છે તેમ અર્ધ-અર્ધા પુણ્ય-પાપના બે ભાગોનું સાથે મળીને બનેલું આ “પુણ્યપાપ” આવા નામવાળું કર્મ છે.
પ્રશ્ન - જો આ એક જ વસ્તુ છે તો પરસ્પર વિરોધી વિષયવાળું એવું પુણ્ય અને પાપ આવાં બે નામો એક જ વસ્તુનાં એકી સાથે કેમ હોઈ શકે ? તથા પુણ્યનો અંશ તેમાં હોવાથી જો સુખનું સાધન હોય તો તેને પાપ કેમ કહેવાય ? અને તેમાં પાપનો અંશ હોવાથી જો દુઃખનું કારણ હોય તો તેને પુણ્ય આવું નામ કેમ કહેવાય ? આ રીતે પરસ્પર
વિરોધી એવાં બે નામો એકી સાથે એકમાં કેમ ઘટે ?
ઉત્તર - જો કે આ પુણ્ય અને પાપ એમ બન્ને સાથે મળીને બનેલી આ એક જ વસ્તુ છે. તો પણ તેમાં જ્યારે કોઈ પણ એકમાત્રાનો ઉત્કર્ષ અને બીજી માત્રાનો અપકર્ષ થાય છે ત્યારે તેનું “પુણ્યપાપાખ્ય’” આવું નામ ન રહેતાં પુણ્યમાત્ર અથવા પાપમાત્ર આવું નામ પડે છે. સારાંશ એ છે કે બન્ને સાથે મળીને એક વસ્તુસ્વરૂપે બનેલા આ કર્મમાં જ્યારે કોઈ એક માત્રાનો ઉત્કર્ષ થાય, ધારો કે પુણ્યવાળી માત્રાનો ઉત્કર્ષ થાય છે ત્યારે તેને પુણ્યમાત્ર કહેવાય છે. એવી જ રીતે પાપવાળી માત્રાનો ઉત્કર્ષ જ્યારે થાય છે ત્યારે તેને પાપમાત્ર કહેવાય છે. આ રીતે પુણ્યની માત્રાના ઉત્કર્ષથી જીવ સુખી થાય છે અને પાપની માત્રાના ઉત્કર્ષથી જીવ દુ:ખી થાય છે.
તથા તેમાં જ પુણ્યની માત્રાનો અપકર્ષ થવાથી તેને જ પાપ કહેવાય છે અને પાપની માત્રાનો અપકર્ષ થવાથી તેને જ પુણ્ય કહેવાય છે. આ રીતે પુણ્યની માત્રા ઘટવાથી જીવ દુ:ખી થાય છે અને પાપની માત્રા ઘટવાથી આ જ જીવ સુખી થાય છે. આમ ત્રીજા વિકલ્પવાળાની આવી માન્યતા છે કે “પુણ્યપાપ” નામનું સંકીર્ણ એવું એક કર્મ છે તેવા પ્રકારના એક કર્મથી જ સુખ-દુઃખ બન્ને ઘટી શકે છે. માટે સ્વતંત્રપણે પુણ્ય અને પાપકર્મ બન્ને જુદાં છે આવું માનવાની જરૂર નથી. II૧૯૧૧॥
હવે ચોથો પક્ષ અને પાંચમો પક્ષ સમજાવે છે
-
एवं चिय दो भिन्नाई होज्ज, होज्ज व सभावओ चेव । भवसंभूई, भण्णइ न सभावाओ जओऽभिमओ ॥१९९२ ॥
होज्ज सभाओ वत्थं, निक्कारणया व वत्थुधम्मो वा । जइ वत्थं णत्थि तओ ऽणुवलद्धीओ खपुष्पं व ॥१९१३॥