________________
ગણધરવાદ નવમાં ગણધર - અચલભ્રાતા
૪૯૧ વૃદ્ધિ થાય તો આરોગ્યની વૃદ્ધિ થાય છે, તેમ પુણ્યની વૃદ્ધિ થાય છે ત્યારે સુખની વૃદ્ધિ થાય છે અને જ્યારે પથ્ય આહારની હાનિ થાય અથવા પથ્ય આહારનો પરિહાર થાય ત્યારે આરોગ્યની પણ હાનિ થાય એટલે કે સરોગતા આવે છે. એમ પુણ્યની હાનિ થયે છતે સુખની હાનિ થવાથી દુઃખની પ્રાપ્તિ થાય છે. સર્વથા પથ્ય આહારનો જ્યારે ત્યાગ કરવામાં આવે છે ત્યારે જીવન જ સમાપ્ત થાય છે અર્થાત્ મરણ થાય છે તેમ સર્વથા પુણ્યકર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે સંસારની જ સમાપ્તિ થાય છે. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ થાય છે. આમ પુણ્યકર્મ જ એક છે, પાપકર્મ નથી અને એકલા પુણ્યકર્મની વૃદ્ધિથી તથા હાનિથી જ સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે. આવું માનનારાઓનો આશય શું છે ? તે આ ગાથામાં સ્પષ્ટ કર્યો છે. ll૧૯૦૯ાા
હવે એકલું પાપ જ છે આવું માનનારાનો આશય કહે છે - पावुक्करिसेऽहमया, तरतमजोगावगरिसओ सुभया । तस्सेव क्खए मोक्खो अपत्थभत्तोवमाणाओ ॥१९१०॥ (पापोत्कर्षेऽधमता, तरतमयोगापकर्षतः शुभता । तस्यैव क्षये मोक्षोऽपथ्यभक्तोपमानात् ॥)
ગાથાર્થ - પાપના ઉત્કર્ષમાં અત્યન્ત દુ:ખ હોય છે. તેની તરતમતાના કારણે અપકર્ષ થવાથી દુ:ખની હાનિ થાય છે. અર્થાત્ સુખ થાય છે. તેનો સર્વથા ક્ષય થયે છતે મોક્ષ થાય છે. અહીં અહિતકારી ભોજનની ઉપમાથી સમજી લેવું. ૧૯૧all
વિવેચન - આગલી ગાથામાં પુણ્યના ઉત્કર્ષથી સુખ અને પુણ્યના અપકર્ષથી દુઃખ જેમ સમજાવ્યાં છે તેનાથી વિપરીતપણે અપથ્ય આહારની ઉપમાથી પાપના ઉત્કર્ષ અને અપકર્ષમાં દુઃખ-સુખ સમજવું.
જેમ અપથ્ય ભોજનની વૃદ્ધિથી રોગની વૃદ્ધિ થાય છે તેમ “પશર્યાતિ માત્માન પત્નીનયતીતિ પાપ” “આત્માને મલીન કરે, દુઃખી કરે તે પાપ” આવા પ્રકારના પાપની જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ દુઃખની વૃદ્ધિ થવા સ્વરૂપ અધમતા પ્રાપ્ત થાય છે. અનુક્રમે દુઃખ વધતું જ જાય છે. યાવત્ ઉત્કૃષ્ટ પાપના ઉદય વખતે ઉત્કૃષ્ટ એવું નરકનું દુઃખ આવે છે.
તથા અપથ્ય ભોજનની હાનિથી જેમ રોગની હાનિ થાય છે. એટલે કે આરોગ્યની વૃદ્ધિ થાય છે તેમ પાપના અપકર્ષથી અનુક્રમે દુઃખની હાનિ થાય છે એટલે કે સુખની