________________
૪૯૦
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ વાસ્તવિક છે કે ખાલી ખાલી આ વાર્તા જ છે? આવો સંશય હે અલભ્રાત ! તમને વર્તે છે. ll૧૯૦૮
જેઓના મતે કેવલ પુણ્ય જ છે પણ પાપ નથી આવી માન્યતા છે તે મતવાળા પ્રથમપક્ષને પુણ્ય માન્યું હોવાથી સુખ તો સંભવે. પણ દુઃખ કેમ ઘટશે ? તેવા પ્રશ્નનો ખુલાસો કરતાં પ્રથમ પક્ષની માન્યતાવાળા કહે છે કે -
पुण्णुक्करिसे सुभया, तरतमजोगावगरिसओ हाणी । तस्सेव खए मोक्खो, पत्थाहारोवमाणाओ ॥१९०९॥ (पुण्योत्कर्षे शुभता, तरतमयोगापकर्षतो हानिः । तस्यैव क्षये मोक्षः, पथ्याहारोपमानात् ॥)
ગાથાર્થ - પુણ્યના ઉત્કર્ષમાં અત્યન્ત સુખ હોય છે. તેની તરતમતાના કારણે અપકર્ષ થવાથી સુખની હાનિ થાય છે. તેનો સર્વથા ક્ષય થયે છતે મોક્ષ થાય છે. અહીં હિતકારી આહારની ઉપમાથી સર્વ વાત સમજી લેવી. ll૧૯૦૯ll
વિવેચન - “પુનાતીતિ પુણ” જે આ જીવને સુખી કરે તે પુણ્ય. તે પુણ્યકર્મનો ઉત્કર્ષ થયે છતે એટલે કે અંશે અંશે વૃદ્ધિ થયે છતે સુખની પણ અનુક્રમે વૃદ્ધિ થાય છે. જેમ જેમ પુણ્યનો ઉત્કર્ષ વધતો જાય છે તેમ તેમ સુખમાં પણ વધારો થતો જાય છે. યાવત્ સૌથી ઉત્કૃષ્ટ એવું સ્વર્ગનું સુખ ઉત્કૃષ્ટ પુણ્યથી પ્રાપ્ત થાય છે.
તે જ પુણ્યકર્મ તરતમતાવાળું હોવાથી જ્યારે અપકર્ષ પામે છે, અંશે અંશે ઘટતું જાય છે ત્યારે પુણ્યનો અપકર્મ (ઘટાડો) થવાથી સુખની પણ હાનિ થાય છે તે સુખની હાનિને જ દુઃખ કહેવાય છે. આખી વાતનો સાર એ છે કે – જેમ જેમ પુણ્ય વૃદ્ધિ પામે છે તેમ તેમ સુખ વધે છે અને જેમ જેમ પુણ્યનો અપકર્ષ (પુણ્યની હાનિ) થાય છે તેમ તેમ જીવોને અનુક્રમે (સુખની હાનિ થાય છે એટલે કે, દુઃખની પ્રાપ્તિ થાય છે. એમ કરતાં કરતાં જ્યારે પુણ્યકર્મની બહુ જ હાનિ થાય છે ત્યારે ઉત્કૃષ્ટ દુઃખ આવે છે. એટલે કે સૌથી ઉત્કૃષ્ટ નરકનું દુઃખ પુણ્યની હાનિથી જ આવે છે. માટે પાપ જેવું કોઈ તત્ત્વ નથી.
પુણ્યની વૃદ્ધિથી સુખ, પુણ્યની હાનિથી દુઃખ અને પુણ્યકર્મનો સર્વથા ક્ષય થાય તો આ જીવોને સાંસારિક સુખનો અને સાંસારિક દુઃખનો એમ સર્વનો ક્ષય થાય છે. તેથી આ જીવોની મુક્તિ થાય છે. આમ કેવલ પુણ્યકર્મ જ છે, પણ પાપકર્મ નથી. આ વાત પથ્ય આહારની ઉપમાથી સમજવી. જેમ પથ્ય (હિતકારી-કલ્યાણકારી) એવા આહારની