________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૪૮૯
(मन्यसे पुण्यं पापं, साधारणमथवा द्वे अपि भिन्ने । भवेन् न वा कर्मैव, स्वभावतो भवप्रपञ्चोऽयम् ॥)
ગાથાર્થ - કોઈ પુણ્યને જ માને છે, કોઈ પાપને જ માને છે, કોઈ બને મિશ્ર બનેલી એક વસ્તુ માને છે, કોઈ પુણ્ય અને પાપ એમ બન્નેને ભિન્ન ભિન્ન માને છે અને કોઈ કર્મ જ નથી, આ સંસારનો પ્રપંચ સ્વાભાવિક જ છે. એમ માને છે. તેથી તમે આવા પરસ્પર વિરુદ્ધ પાંચ વાદો સાંભળવાથી સંશયને પામ્યા છો. ll૧૯૦૮
વિવેચન - હે આયુષ્યમાન અચલભ્રાત ! કર્મની બાબતમાં જુદા જુદા દર્શનકારોના જુદા જુદા અભિપ્રાયો તમે સાંભળ્યા છે. તેથી તમારું મન શંકાશીલ બન્યું છે. કર્મની બાબતમાં અન્ય અન્ય તીર્થિકોનાં પાંચ પ્રકારનાં જુદાં જુદાં મન્તવ્યો છે. તે આ પ્રમાણે છે.
(૧) કોઈક તીર્થિકો એમ માને છે કે આ જગતમાં કેવલ એકલું પુણ્ય જ છે. પાપ છે જ નહીં આવું માનનારાનો આશય ૧૯૦૯મી ગાથામાં સ્પષ્ટ કરાય છે.
(૨) બીજા કેટલાક તીર્થિકોનું કહેવું છે કે આ સંસારમાં પાપ જ માત્ર છે. પુણ્ય છે જ નહીં. આવું માનનારાનો આશય ૧૯૧૦મી ગાથામાં સ્પષ્ટ કરાય છે.
| (૩) ત્રીજા કેટલાક દર્શનકારોનું કહેવું એવું છે કે આ સંસારમાં પુણ્ય અને પાપ એમ બને પરસ્પર સાથે મળીને બનેલી એક વસ્તુ છે. જેમ મેચક નામનો મણિ અનેક રંગોના મિશ્રણરૂપે બનેલો છે તેમ મિશ્રભાવે બનેલો, સુખ અને દુઃખાત્મક ફલના કારણસ્વરૂપે સાધારણપણે “પુણ્યપાપ” આવા નામવાળો એક જ પદાર્થ છે. આવી માન્યતા ધરાવનારનો આશય ૧૯૧૧મી ગાથામાં સમજાવાશે.
(૪) કોઈ કોઈ દર્શનકારો એમ માને છે કે સુખનું કારણ પુણ્ય અને દુઃખનું કારણ પાપ એમ પુણ્ય પણ જુદું છે અને પાપ પણ જુદું છે. ફલ બે જાતનાં છે માટે કારણ પણ બે જાતનાં છે. આ મતનો આશય ૧૯૧૨-૧૯૧૩ ગાથામાં સમજાવાશે.
(૫) વળી કોઈ કોઈ દર્શનકારો એમ માને છે કે મૂલથી કર્મ જેવું કોઈ તત્ત્વ જ નથી, પછી પુણ્ય-પાપની વાત તો કરવી જ શું? પુણ્ય-પાપ કે કર્મ આવું કંઈ જ નથી. આ જગતની તમામ વ્યવસ્થા સ્વભાવમાત્રથી જ છે. આ માન્યતા ધરાવનારાઓનો આશય પણ ૧૯૧૨-૧૯૧૩ ગાથામાં સ્પષ્ટ સમજાવાશે.
આ પ્રમાણે જુદા જુદા દર્શનકારોના જુદા જુદા પાંચ પ્રકારના વિચારો-મન્તવ્યો તમે સાંભળ્યા છે. આ પાંચે મંતવ્યો પરસ્પર વિરુદ્ધ વિચારધારા ધરાવે છે. તે સાંભળવાથી તમારા હૃદયમાં સંશય થયેલો છે કે શું ખરેખર પુણ્ય અને પાપ નામની કોઈ વસ્તુ