________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૪૧
हेतुप्रत्ययसामग्री, पृथग् भावेष्वदर्शनात् । तेन ते नाभिलप्या हि, भावाः सर्वे स्वभावतः ॥१॥ लोके यावत् सञ्ज्ञा सामग्रयामेव दृश्यते यस्मात् । तस्माद् न सन्ति भावा, भावेऽसति नास्ति सामग्री ॥२॥
આ બન્ને ગાથાનો અર્થ આ પ્રમાણે છે - હેતુ (એટલે ઉપાદાનકારણ) અને પ્રત્યય (એટલે નિમિત્તકારણ) આ બન્ને કાર્યની સામગ્રી છે. પરંતુ એક-એક કારણમાં કાર્ય થતું દેખાતું નથી. તેથી રેતીના કણસમૂહમાં જેમ તેલ નથી તેમ સામગ્રીમાં પણ તેલ નથી. તેથી તે સર્વે પણ ભાવો સ્વભાવથી જ નથી. માટે કોઈપણ શબ્દથી અભિલાપને યોગ્ય નથી. તથા લોકમાં પણ આ ઘટ છે આ પટ છે આવી સંજ્ઞા સામગ્રીમાં જ પ્રવર્તતી દેખાય છે. એક-એક અંશમાં આ સંજ્ઞા પ્રવર્તતી નથી. પરંતુ એક-એક અવયવમાં = પૃથક-પૃથકમાં જે જે ન હોય તે સમૂહમાં પણ ન જ હોય આ ન્યાયથી અંશમાં નથી માટે સામગ્રીમાં પણ કાર્ય નથી. તેથી ઘટ-પટ આદિ ભાવો (પદાર્થો) આ સંસારમાં છે જ નહીં, તથા માટી-દંડ-ચક્રાદિ પણ નથી જ. આ કારણથી પદાર્થો ન હોતે છતે તેના સમૂહાત્મક સામગ્રી પણ નથી. તેથી આ સંસારમાં “સર્વથા શૂન્યતા જ છે. I૧૬૯૫
હજુ જુદી જુદી રીતે સંસારમાં સર્વશૂન્યતા જ છે. આ વાત વધારે દૃઢ રીતે સમજાવતા વ્યક્તપંડિતના જે વિચારો છે તે ભગવાન વ્યક્ત કરે છે -
परभागादरिसणओ, सव्वाराभागसुहमयाओ य । उभयाणुवलम्भाओ, सव्वाणुवलद्धिओ सुण्णं ॥१६९६॥ (परभागादर्शनतः सर्वाराद्भागसौक्ष्म्याच्च । उभयानुपलम्भात्, सर्वानुपलब्धितः शून्यम् ॥)
ગાથાર્થ – પાછલો ભાગ ન દેખાતો હોવાથી અને સર્વથી આગલો ભાગ અતિશય સૂક્ષ્મ હોવાથી બન્નેનો અનુપલંભ થવાથી સર્વ ભાગોની અનુપલબ્ધિ છે. માટે આ જગત શૂન્ય છે. l/૧ ૬૯૬/l.
વિવેચન - આ સંસારમાં વસ્તુઓ બે પ્રકારની છે. કેટલીક ઘટ-પટાદિની જેમ ચક્ષુ ઈન્દ્રિયથી દશ્ય અને કેટલીક આકાશ-પુષ્પાદિની જેમ ચક્ષુ ઈન્દ્રિયથી અદશ્ય. આ બન્ને પ્રકારની વસ્તુઓમાં જે અદશ્ય વસ્તુ આકાશપુષ્પ-વધ્યાપુત્ર આદિ છે તે તો સર્વથા અસત્ જ છે. તે વસ્તુઓનો ક્યાંય પણ ઉપલંભ થતો ન હોવાથી તે વસ્તુઓ નથી. માટે તેવી