________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
ગાથાર્થ - મૂર્ત એવા કર્મ વડે અમૂર્ત એવા આત્માને ઉપઘાત અને અનુગ્રહ કેમ થાય ? જેમ મદિરાપાન અને ઔષધાદિ વડે વિજ્ઞાનાદિને ઉપઘાત-અનુગ્રહ થાય છે. તેમ અહીં જાણવું. ૧૬૩૭॥
૧૪૪
વિવેચન - અગ્નિભૂતિ કર્મની બાબતમાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુને જુદી જુદી રીતે પ્રશ્ન કરે છે કે - હે ભગવાન્ ! ધારો કે “કર્મતત્ત્વ છે” એમ માની લઈએ તો પણ એ પ્રશ્ન થાય છે કે કર્મ એ વર્ણાદિ ગુણોવાળું હોવાથી મૂર્તદ્રવ્ય છે એમ આપ સમજાવો છો. જ્યારે આત્મદ્રવ્ય તો અમૂર્તદ્રવ્ય છે. તેથી મૂર્ત એવા કર્મ દ્વારા અમૂર્ત એવા આત્મદ્રવ્યને આહ્લાદ થવા સ્વરૂપ અનુગ્રહ (લાભ) અને પરિતાપ થવા સ્વરૂપ ઉપઘાત (નુકશાન) કેમ થાય ? જેમ આકાશ એ અમૂર્તદ્રવ્ય છે અને મલયાચલ પર્વતનો સુગંધી પવન અને મલયાચલ પર્વતના કાષ્ઠોમાંથી પ્રગટ થયેલી અગ્નિની જ્વાલાઓ આ બન્ને મૂર્ત પદાર્થ છે. ત્યાં મૂર્ત એવા મલયાચલના પવન વડે કે અગ્નિની જ્વાલાઓ વડે જેમ અમૂર્ત એવા આકાશને કંઈ આહ્લાદ કે પરિતાપ થતો નથી તેમ અહીં મૂર્ત એવા કર્મ વડે અમૂર્ત એવા આત્માને લાભ-નુકશાન કેમ થાય ?
ઉત્તર - ભગવાન શ્રી મહાવીરપ્રભુ કહે છે કે - હે અગ્નિભૂતિ ! મૂર્ત પદાર્થ વડે અમૂર્તપદાર્થને પણ લાભ-નુકશાન થાય છે. તેથી ન થાય એમ નહીં. જેમ આત્મા અમૂર્ત હોવાથી તેનો જ્ઞાનગુણ પણ અમૂર્ત છે. તેથી વિજ્ઞાન-વિવિદિષા-કૃતિ-સ્મૃતિ-ઈહા-ચિંતન ઈત્યાદિ જીવના જ્ઞાનાત્મક જે ધર્મો છે તે ધર્મો અમૂર્ત હોવા છતાં તે ધર્મોને મદિરાપાન, હપૂર -વિષાદિપના ભક્ષણ વડે ઉપઘાત થાય છે અને દૂધ-સાકર-ઘીથી યુક્ત ઔષધાદિના ભક્ષણ વડે અનુગ્રહ થાય છે તેમ અહીં મૂર્ત એવા કર્મ વડે અમૂર્ત એવા આત્માને ઉપઘાત અને અનુગ્રહ થાય છે. એટલે મૂર્તદ્રવ્ય અમૂર્તદ્રવ્યને ઉપઘાત-અનુગ્રહ કરી શકે છે. મૂર્તદ્રવ્ય દ્વારા અમૂર્તદ્રવ્યને લાભ-નુકશાન ન જ થાય એવો નિયમ નથી.
મલયાચલના પવન વડે અને અગ્નિની જ્વાલાઓ વડે અમૂર્ત એવા આકાશને જે અનુગ્રહ અને ઉપઘાત થતા નથી તેમાં “આકાશ એ અમૂર્ત છે” તે કારણ નથી. પરંતુ આકાશ એ અચેતનદ્રવ્ય છે તે કારણ છે. જેને ચેતના હોય તેને જ આહ્વાદ અને પીડાનો અનુભવ થાય. આકાશ અચેતનદ્રવ્ય છે. તેથી તેમાં જ્ઞાનસંજ્ઞા ન હોવાથી ઉપઘાત-અનુગ્રહ થતા નથી. પરંતુ જીવ તો ચેતનદ્રવ્ય છે. માટે ચેતનને અવશ્ય ઉપઘાત-અનુગ્રહ થાય છે. સારાંશ કે આકાશને ઉપઘાતાનુગ્રહ નહીં થવામાં આકાશની અમૂર્તતા કારણ નથી. પરંતુ
૧. જાણવાની તમન્ના, ૨. ધીરજ, ૩. દારૂનું પાન, ૪. ધતુરાનું ભક્ષણ, ૫. ઝેરનું ભક્ષણ.