________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૪૩ ધર્માધર્મને મૂર્તિ માનીને ત્યાં સંયોગ સંબંધ માનવો અને કર્મની બાબતમાં સંયોગસંબંધ ન માનવો તે ઉચિત નથી. કર્મની સાથે આત્માનો સંયોગસંબંધ માનવો જોઈએ.
હવે કદાચ તમે એક કહો કે ધર્માધર્મ એ આત્માના ગુણ છે માટે અમૂર્ત છે પણ મૂર્ત નથી. તો ધર્માધર્મ અમૂર્ત અને બાહ્યસ્થૂલ શરીર મૂર્તિ. આ બન્નેનો સંબંધ તમારા મત પ્રમાણે કેમ ઘટશે? કારણ કે તમારો અભિપ્રાય તો એવો છે કે મૂર્તિ અને અમૂર્તનો સંબંધ ન થાય તેથી જ કાર્યણશરીરનો અને આત્માનો સંબંધ તમે નથી સ્વીકારતા. તો પછી અમૂર્ત માનેલા એવા ધર્માધર્મનો સંબંધ મૂર્ત એવા ભોગ્ય શરીર સાથે કેમ ઘટશે?
કદાચ તમે એમ કહો કે ધર્માધર્મ અમૂર્ત હોવાથી મૂર્તિ એવા ભોગ્યશરીરની સાથે સંબંધ પામતા નથી. તો સંબંધ નહી પામેલા અર્થાત્ અસંબદ્ધ એવા ધર્માધર્મ બાહ્ય ભોગ્યશરીરની વિચિત્ર ચેષ્ટામાં નિમિત્ત કેમ બની શકે ? જો અસંબદ્ધ એવા ધધર્મ ભોગ્યશરીરની વિચિત્રતામાં કારણ બનતા હોય તો ગમે તેના ધર્માધર્મ ગમે તેના શરીરની વિચિત્રતાનું પણ કારણ બનવા જોઈએ અને જો આમ બને તો ઘણી અવ્યવસ્થા થાય એટલે કે અતિપ્રસંગ દોષ આવે. તેથી ધર્માધર્મને અમૂર્ત ન માનતાં મૂર્ત જ માનવા પડે અને જો મૂર્ત એવા ધર્માધર્મનો કાર્ય-કારણ સંબંધ બાહ્યશરીર સાથે માનો છો તો પછી મૂર્તિ એવા કર્મનો (કાર્પણ શરીરનો) પણ તે સંબંધ બાહ્યસ્થૂલશરીર સાથે અને તે દ્વારા જીવ સાથે કેમ નથી માનતા? અર્થાત્ જીવ-કર્મનો સંબંધ પણ માનવો જોઈએ.
જો મૂર્ત એવા ધર્માધર્મનો સંબંધ અમૂર્ત એવા જીવ સાથે માનો છો તો મૂર્તિ એવા કર્મનો સંબંધ પણ અમૂર્ત એવા આત્મા સાથે સ્વીકારી લેવો જોઈએ. વળી આ ધર્માધર્મ એ આત્માના ગુણ જ નથી. પરંતુ પુણ્ય-પાપ નામનાં બે પ્રકારનાં શુભાશુભ કર્મ જ છે. વેવિહતધર્મનો ઘર્ષ:, વેનિષિદ્ધવર્ધનચોડથ: સારાંશ કે વેદમાં કહેલી ક્રિયાથી થયેલો તે ધર્મ અને વેદમાં નિષેધેલી ક્રિયાથી થયેલો તે અધર્મ. આ બન્નેમાં ક્રિયાથી થયેલા કર્મબંધને જ (પુણ્ય-પાપને જ) ધર્માધર્મ શબ્દથી સમજાવ્યા છે. માટે ધર્માધર્મ એ ગુણ નથી. પરંતુ કર્મ નામનું મૂર્તતત્ત્વ જ છે. તેથી મૂર્ત એવા કર્મનો અમૂર્ત એવા આત્માની સાથે સંયોગસંબંધ “ઘટ-આકાશ” ની જેમ સારી રીતે સંભવી શકે છે. ll૧૬૩૬ll
मुत्तेणामुत्तिमओ, उवघायाणुग्गहा कहं होज्जा ? । जह विण्णाणाईणं, मइरापाणोसहाइंहिं ॥१६३७॥ (मूर्तेनामूर्तिमत, उपघातानुग्रहौ कथं भवेताम् । યથા વિજ્ઞાનાવીનાં, મદિરાપાનૌષથમિક )