________________
૧૪૨
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ અનુભવાતું દારિક આદિ ભૂલ ભોગ્યશરીર એ મૂર્તિ છે અને આત્મા એ અમૂર્ત છે. છતાં મૂર્તિ એવું શરીર અમૂર્ત એવા આત્માની સાથે સંબંધવાળું સાક્ષાત્ જણાય છે. એ જ પ્રમાણે એક ભવથી અન્ય ભવમાં જતા જીવની સાથે સંયોગ પામેલું સૂક્ષ્મ એવું કાર્પણ શરીર છે. આમ હે અગ્નિભૂતિ ! તમે સ્વીકારો. જો મૂર્ત એવું કાર્મણ શરીર ભવાન્તરમાં જતા જીવ સાથે જોડાયેલું ન હોય તો સ્વતંત્ર થયેલો તે જીવ નિયમો મોક્ષે જ જાય અને જો આમ થાય તો મૃત્યુ પામતા સર્વ જીવોની મુક્તિ, સંસારનો વિચ્છેદ, મુક્ત જીવોનું પુનઃ સંસારગમન અને મુક્તિમાં અવિશ્વાસ ઈત્યાદિ ઘણા દોષો આવે. માટે સ્કૂલ શરીરની જેમ સૂક્ષ્મશરીર સાથે (દ્રવ્યકર્મ સાથે) પણ આત્માનો સંયોગસંબંધ છે તથા કર્મબંધના હેતુભૂત મન-વચન-કાયાની ક્રિયા (રૂપ ભાવકર્મની) સાથે આ આત્માનો સમવાયસંબંધ પણ છે.
પ્રશ્ન - અગ્નિભૂતિ - હે પ્રભુ ! “કર્મતત્ત્વ (કાશ્મણશરીર)” ન માનીએ અને ધર્મ અને અધર્મના કારણે આ બાહ્ય પૂલ એવું ભાગ્યશરીર જીવની સાથે સંયોગસંબંધ પામેલું છે એમ માનીએ તો શું દોષ? અર્થાત્ કર્મને બદલે ધર્માધર્મ માનીએ, કારણ કે નૈયાયિકવૈશેષિક દર્શનકારો આત્માના ધર્માધર્મ નામના બે ગુણો માને છે. તેના કારણે સ્કૂલ શરીરનો અને આત્માનો સંયોગ થયો છે. એમ તે દર્શનકારો માને છે. તે જ વાત સ્વીકારી લઈએ અને કર્મ ન માનીએ તો શું દોષ આવે ?
ઉત્તર - હે અગ્નિભૂતિ ! હું તમને પૂછું છું કે કે સ્કૂલશરીર અને આત્માનો સંયોગ થવામાં કારણભૂત એવા ધર્માધર્મ તમે જે માન્યા તે મૂર્તિપદાર્થ છે કે અમૂર્તિપદાર્થ છે ? જો તમે એમ કહો કે આ ધર્માધર્મ નામનાં તત્ત્વ એ મૂર્તિ છે. તો મૂર્ત એવા ધર્માધર્મનો અમૂર્ત એવા આત્માની સાથે સંબંધ કેવી રીતે થયો? અર્થાત્ જો કર્મને મૂર્ત માનતાં અમૂર્ત આત્માની સાથે સંબંધ તમારી દૃષ્ટિએ ઘટતો નથી. તો આ જ કારણે મૂર્તિ એવા ધર્માધર્મનો સંબંધ પણ અમૂર્તિ એવા આત્માની સાથે કેમ ઘટશે ? અહીં જે દોષ તમને દેખાય છે તે જ દોષ ત્યાં પણ આવશે જ.
હવે કદાચ તમે એમ કહો કે ધર્મ એ પુણ્ય છે અને અધર્મ એ પાપ છે. તેથી તે ધર્માધર્મ બન્ને તત્ત્વ મૂર્તિ છે અને મૂર્ત એવા ધર્માધર્મનો અમૂર્ત એવા આત્મા સાથે ગમે તેવી રીતે કેમે કરી સંબંધ થઈ જ જાય છે. તો પછી કર્મનો પણ આ આત્માની સાથે આ સંબંધ થઈ જ જાય છે. આમ કેમ નથી સ્વીકારતા? જો ધર્માધર્મને મૂર્તિ માનીને તેના દ્વારા ભાગ્યશરીરનો સંબંધ જીવ સાથે ઘટાવશો. તો તેવી જ રીતે કર્મને મૂર્ત માનીને તેના દ્વારા ભાગ્યશરીરનો સંબંધ જીવ સાથે ઘટાવવામાં તમને શું મુશ્કેલી દેખાય છે ? અર્થાત્