________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૪૧ દ્રવ્ય હોવાથી સંયોગસંબંધ ઘટે છે. તેમ કર્મ અને જીવ પણ મૂર્ત-અમૂર્ત હોવા છતાં સંયોગસંબંધ ઘટી શકે છે. અથવા સ્કૂલ ઔદારિકાદિ ભોગ્ય શરીર કે જે મૂર્તિ છે તેનો અને અમૂર્ત એવા આત્માનો જેમ સંયોગ સંબંધ સાક્ષાત્ જ દેખાય છે તેમ સૂમ એવા કાર્મણશરીરનો અને આત્માનો પણ સંયોગસંબંધ ઘટી શકે છે. માટે સંયોગસંબંધ માનવામાં મૂર્તામૂર્તિની વિજાતીયતા બાધક બનતી નથી.
અથવા અંગુલી” આદિ દ્રવ્યનો “આકુંચન અને પ્રસારણ” રૂપ ક્રિયાની સાથે જેમ સમવાયસંબંધ ઘટી શકે છે તેમ અહીં જીવ અને કર્મની સાથે સમવાયસંબંધ પણ ઘટી શકે છે. કારણ કે અંગુલી જેમ એક પ્રકારનું દ્રવ્ય છે. તેમ આત્મા પણ એક પ્રકારનું દ્રવ્ય છે. તથા આકુંચન અને પ્રસારણ એ જેમ એક પ્રકારની ક્રિયા છે તેમ મન-વચનકાયાનો પરિસ્પંદનાત્મક જે યોગ છે તે ક્રિયા છે. આ ક્રિયાથી જ કર્મબંધ થાય છે. તેથી યોગાત્મક ક્રિયાને જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ભાવકર્મ કહેવાય છે અને ન્યાયશાસ્ત્રમાં “દ્રવ્ય અને ગુણની વચ્ચે” તથા “દ્રવ્ય અને ક્રિયાની વચ્ચે” સમવાયસંબંધ એટલે કે નિત્યસંબંધ માનવામાં આવ્યો છે. અને જૈનદર્શનમાં ઉપાદાન-ઉપાદેય રૂપે કાર્ય-કારણસંબંધ માનવામાં આવ્યો છે. તે સમવાયસંબંધ અહીં પણ ઘટી શકે છે. કારણ કે આત્મા એ દ્રવ્ય છે અને યોગાત્મક કર્મ એ ક્રિયા છે. તેથી દ્રવ્ય અને ક્રિયા સ્વીકારવાથી સમવાયસંબંધ = ઉપાદાન-ઉપાદેય સંબંધ પણ ઘટશે. આ રીતે બન્નેની વચ્ચે કર્મને દ્રવ્ય માનવાથી સંયોગસંબંધ અને દ્રવ્ય-ક્રિયા માનવાથી સમવાયસંબંધ સંભવી શકે છે. ll૧૬૩૫
अहवा पच्चक्खं चिय, जीवोवनिबंधणं जह शरीरं । चिट्ठइ कम्मयमेवं, भवंतरे जीवसंजुत्तं ॥१६३६॥ (अथवा प्रत्यक्षमेव, जीवोपनिबन्धनं यथा शरीरम् ।
तिष्ठति कार्मणमेवं, भवान्तरे जीवसंयुक्तम् ॥)
ગાથાર્થ - અથવા પ્રત્યક્ષ દૃશ્યમાન એવું શરીર જેમ જીવની સાથે સંબંધવાળું દેખાય છે તેમ કાર્પણ શરીર પણ ભવાન્તરમાં જતા જીવની સાથે સંયુક્ત છે. ૧૬૩૬/
વિવેચન - જેમ ઘટ એ મૂર્ત છે અને આકાશ એ અમૂર્તિ છે. છતાં બન્ને પદાર્થો દ્રવ્ય હોવાથી તે બન્નેની વચ્ચે સંયોગસંબંધ છે. તેવી રીતે કર્મ અને આત્માનો પણ સંયોગ સંબંધ છે. આ એક ઉદાહરણ પહેલાંની ગાથામાં જણાવ્યું. આ ગાથામાં “અથવા” શબ્દ લખીને બીજું પણ આવું જ સુંદર ઉદાહરણ આપીને આ જ વાત વધારે સ્પષ્ટ કરે છે કે