________________
૧૪)
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ગાથાર્થ - મૂર્ત એવા કર્મને અમૂર્ત એવા જીવની સાથે સંબંધ કેમ થાય ? ઉત્તરજેમ ઘટનો આકાશની સાથે અને દ્રવ્યનો ક્રિયાની સાથે સંબંધ છે. તેમ કર્મનો અને જીવનો સંબંધ છે. /૧૬૩૫l
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની આટલી અમૃતવાણી સાંભળ્યા બાદ અગ્નિભૂતિ કર્મની બાબતમાં મનમાં આવા પ્રકારના વિચાર ધરાવે છે કે ધારો કે “કર્મતત્ત્વ” છે એમ માની લઈએ, દરેક સંસારી જીવોને કર્મોનું બનેલું કાર્પણ શરીર છે. આવું પણ સ્વીકારી લઈએ, પ્રતિબંધક એવું કર્મતત્ત્વ છે. તો પણ તે વિષયમાં બીજો એક પ્રશ્ન થાય છે. તે એ છે કે
કર્મ એ પુગલદ્રવ્ય હોવાથી મૂર્તિપદાર્થ છે અને આત્મા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિનાનો હોવાથી અમૂર્ત પદાર્થ છે. આ વાત સંસારમાં જાણીતી છે. તથા કર્મ ચક્ષુથી ભલે અગોચર છે તો પણ વર્ણાદિ ગુણોવાળું હોવાથી મૂર્તિ છે. આ વાત ગાથા ૧૬૨૫-૧૬૨૬૧૬૨૭ માં પહેલાં શ્રી પરમાત્મા વડે જ સિદ્ધ કરાઈ છે. તેથી મૂર્તિ એવા કર્મનો અમૂર્ત એવા આત્માની સાથે સંબંધ કેમ ઘટે ? સંબંધ બે પ્રકારનો હોય છે. એક સંયોગસંબંધ અને બીજો સમવાયસંબંધ. આ બન્ને સંબંધમાંથી એક પણ સંબંધ “કર્મ અને જીવ” ની વચ્ચે સંભવતો નથી.
સંયોગસંબંધ બે દ્રવ્યોનો જ હોય છે. અહીં કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે અને આત્મા એ ચેતનદ્રવ્ય છે. તેથી બન્ને દ્રવ્યો તો છે. પરંતુ એક મૂર્તિ દ્રવ્ય છે. બીજું અમૂર્ત દ્રવ્ય છે. તેથી વિજાતીય હોવાથી બનેનો સંયોગ સંબંધ કેમ થાય ? તેથી સંયોગસંબંધ બેસતો નથી. તથા સમવાયસંબંધ તો ગુણ-ગુણીનો જ હોય છે. આ બન્ને દ્રવ્યો હોવાથી ગુણગુણીભાવવાળા નથી તેથી સમવાયસંબંધ પણ કેમ ઘટે ? તેથી કર્મ છે. આમ માનીએ તો પણ તે બન્નેનો કોઈ સંબંધ ઘટતો નથી. તેથી પણ એમ લાગે છે કે કર્મ નથી. આવા વિચારોવાળા અગ્નિભૂતિ ભગવાનને પૂછે છે કે -
હે ભગવાન્ ! કર્મ એ મૂર્ત છે એવું આપશ્રી વડે પૂર્વે સમજાવાયું છે. તેથી મૂર્ત એવા કર્મનો અમૂર્ત એવા આત્માની સાથે સંયોગ કે સમવાય સંબંધ કેમ ઘટે ? આ કારણથી કર્મની સિદ્ધિ થાય તો પણ “સંબંધ ન ઘટવા સ્વરૂપ” દોષ તો અમને દેખાય જ છે તેનું શું કરવું ?
ભગવાન શ્રી મહાવીર પ્રભુ કોમલ સ્વરથી ઉત્તર આપે છે કે હે સૌમ્ય અગ્નિભૂતિ! જેમ મૂર્તિ એવા ઘટનો અમૂર્ત એવા આકાશની સાથે વિજાતીય દ્રવ્ય હોવા છતાં તે બને