________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
સારાંશ કે કાનથી નિંદા અથવા પ્રશંસા સાંભળીને આંખમાં ગુસ્સો અને હર્ષ થાય છે. ચક્ષુથી રમણીને દેખીને સ્પર્શનેન્દ્રિયમાં વિકાર થાય છે. ઘ્રાણેન્દ્રિયથી મિષ્ટાન્ન જોઈને રસનેન્દ્રિયમાં પાણી છુટે છે, તેથી તે તે ઈન્દ્રિય પોતે વિષયને જાણનારી નથી. જો ઈન્દ્રિય પોતે જ વિષયને જાણનારી હોત તો તે તે ઈન્દ્રિયમાં જ વિકાર થવો જોઈએ. પણ આમ થતું નથી. માટે આ બધી ઈન્દ્રિયો પોતે વિષય જાણનારી નથી. પરંતુ ભિન્ન-ભિન્ન એવી પાંચે ઈન્દ્રિયોમાં રહેલો એવો ત્રીજો પદાર્થ (આત્મા) વિષયને જાણનારો છે આમ સ્વીકારવું જોઈએ. આ ચર્ચામાં મૂલ ગાથામાં લખેલા પ્રદ્દળ શબ્દનો “જાણવું-બોધ કરવો” એવો અર્થ કરીને આ વાત સમજાવી છે. અન્ય ઈન્દ્રિય વડે પદાર્થને જોઈને-જાણીને અન્ય ઈન્દ્રિયમાં વિકાર થાય છે. માટે જોનારો અને વિકાર પામનારો પદાર્થ ઈન્દ્રિયથી ભિન્ન છે અને તે આત્મા છે.
૧૮૨
હવે પ્રશ્નળ શબ્દનો અર્થ ગ્રહણ કરવું, પકડવું, આદાન કરવું-લેવું એવો કરીને આ જ અનુમાન જુદી રીતે સમજાવે છે. આ આત્મા પાંચ ઈન્દ્રિયોથી અતિરિક્ત (અર્થાત્ ભિન્ન) છે. કારણ કે અન્ય ઈન્દ્રિય વડે પદાર્થને જાણીને અન્ય ઈન્દ્રિય વડે પદાર્થને ગ્રહણ કરે છે. માટે, આ સંસારમાં ઘટ-પટ આદિ પદાર્થોને અન્ય ઈન્દ્રિય વડે એટલે કે ચક્ષુ વડે જાણીને-જોઈને અન્ય ઈન્દ્રિય વડે એટલે કે સ્પર્શનેન્દ્રિય વડે જો તે ઘટાદિને ગ્રહણ કરે છે તો તે ગ્રહણ કરનારો પદાર્થ તે બન્ને ઈન્દ્રિયોથી ભિન્ન છે. જેમકે પૂર્વ દિશાની બારીથી દૂર પડેલા ઘટ-પટને જોઈને (ત્યાં જાળી હોવાથી ત્યાંથી બહાર ન નીકળતાં) પશ્ચિમ દિશાની બારી દ્વારા તે ઘટ-પટાદિને ગ્રહણ કરતો એવો દેવદત્ત તે બન્ને બારીઓથી ભિન્ન છે. તેવી જ રીતે ચક્ષુરિન્દ્રિયથી ઘટ-પટાદિને જોઈને શરીરમાં રહેલો આ આત્મા હસ્તાદિ-સ્પર્શનેન્દ્રિય વડે તે ઘટ-પટાદિને ગ્રહણ કરે છે. માટે આ આત્મા ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય વગેરેથી ભિન્ન છે.
જો ચક્ષુરિન્દ્રિય પોતે જ જોનારી હોત તો તેને જ ઘટ-પટાદિનો બોધ થયો છે. સ્પર્શનેન્દ્રિયને તો ઘટપટાદિ ક્યાં છે ? તે વિષયની કોઈ માહિતી જ નથી, તેથી ચક્ષુરિન્દ્રિય જ ઘટ-પટાદિને લેવા માટે દોડવી જોઈએ-હસ્તાદિ સ્વરૂપ સ્પર્શનેન્દ્રિયને ઘટાદિ લેવા માટે લાંબા થવાનું કેમ ઘટે ? તેને તો ઘટ-પટાદિ ક્યાં છે ? તેની ખબર જ નથી. ચક્ષુરિન્દ્રિયે જ ઘટ-પટાદિ જોયા છે. પરંતુ આમ બનતું નથી. માટે બધી ઈન્દ્રિયો સાથે અન્વયસંબંધ પામેલો અને ઈન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા જ જાણનારો અને જોનારો છે. ૧૬૫૯॥
આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. આ વિષય સમજાવવા વળી અન્ય અનુમાન જણાવે
છે