________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૮૧ ભૂતોની બનેલી ઈન્દ્રિયોથી આત્મા એ ભિન્ન દ્રવ્ય છે. આ વાત અન્ય અનુમાન દ્વારા પણ સિદ્ધ કરે છે -
उवलब्भन्नेण विगारगहणओ, तदहिओ धुवं अत्थि । पुव्वावरवातायणगहणविगाराइपुरिसोव्व ॥१६५९॥ ( उपलभ्यान्येन विकारग्रहणतस्तदधिको ध्रुवमस्ति ।
पूर्वावरवातायनग्रहणविकारादिपुरुष इव ॥)
ગાથાર્થ - અન્ય ઈન્દ્રિય વડે જોઈને અન્ય ઈન્દ્રિયમાં વિકાર પામતો હોવાથી આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન દ્રવ્ય છે દિશાની બારીથી જોઈને પશ્ચિમ દિશાની બારી દ્વારા વિકાર પામનારા પુરુષની જેમ. ll૧૬૫૯ll
- વિવેચન - આત્મા નામનો આ પદાર્થ અવશ્ય તે ચક્ષુ આદિ પાંચે ઈન્દ્રિયોથી ભિન્ન છે. કારણ કે અન્ય ઈન્દ્રિયથી વિષયને જાણે છે અને અન્ય ઈન્દ્રિય દ્વારા વિકાર પામે છે માટે, જે પદાર્થ અન્ય સાધન વડે વસ્તુને જોઈને અન્ય ભાગ વડે વિકાર પામે છે તે પદાર્થ તે સાધનથી અવશ્ય ભિન્ન જ હોય છે. જેમકે ઉંચી ઉંચી હવેલીના ઉપરના ભાગમાં રહેલો દેવદત્ત તે ઉપલા ભાગથી પગસંચારણ વડે નિસરણીથી ઉતરતાં ઉતરતાં પૂર્વ દિશાની બારીથી કોઈ રૂપવાન રમણીને દેખે, દેખીને તે દેવદત્ત સંકેત દ્વારા તે રૂપવાન રમણીને પશ્ચિમ દિશાની બારી તરફ આવવાનું કહે અને તે રમણી પણ બહારના ભાગથી પશ્ચિમ દિશાની બારી તરફ આવે, ત્યારે જોનારો દેવદત્ત પણ પશ્ચિમ દિશાની બારી તરફ આવે, પૂર્વ દિશાની બારીથી દેવદત્તે તે રૂપવાન રમણીને જોઈ હતી પરંતુ તે બારીમાં લોખંડની જાળી હોવાથી તે રમણીનો સ્પર્શ થઈ શકે તેમ ન હતો. તેથી પશ્ચિમ દિશાની બારી તરફ આવવાનો સંકેત કર્યો. રમણી પણ પશ્ચિમ દિશાની બારી તરફ આવી. પશ્ચિમ દિશાની બારી ખુલ્લી હતી તેથી ત્યાં જઈને પરસ્પર મીલન થવાથી દૃષ્ટિ દ્વારા, શારીરિક આલિંગન દ્વારા, કરાદિ વડે કુચસ્પર્શ દ્વારા કામવાસનાના વિકારને પામતો દેવદત્ત જેમ પૂર્વ અને પશ્ચિમ એમ બને બારીઓથી ભિન્ન છે. તથા કોઈ માણસ ખાટી આંબલીને ખાતો હોય તેને ચક્ષુ દ્વારા જોઈને રસનેન્દ્રિયમાં (જીભમાં) હૃદયનો ઉલ્લાસ, ખાટી આંબલી ખાવાની તમન્ના, લાળનું છુટવું (જીભમાં પાણી આવવું) ઈત્યાદિ વિકારો થતા દેખાય છે. તેની જેમ ચક્ષુ અને જીભ એમ બન્ને ઈન્દ્રિયોથી તે આત્મા ભિન્ન છે.