________________
૨૫૫
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત (૬) આ સાધ્ય છે અને આ સાધન (હેતુ) છે. આવી વાત પણ સર્વશૂન્યતા માન્ય છતે કેમ ઘટશે ? અનુમાન કરવામાં પક્ષ, સાધ્ય અને સાધન (હેતુ) હોય છે. સાધનથી જ સાધ્યની સિદ્ધિ કરાય છે. જેમકે ઘટઃ નિત્ય: તસ્વીત્ પદવત્ = ઘટ અનિત્ય છે. કત્રિમ છે માટે, જે જે કૃત્રિમ હોય છે તે તે અનિત્ય હોય છે જેમકે પટ, આવા પ્રકારનાં અનેક અનુમાનો થાય છે ત્યાં સાધનથી સાધ્યની સિદ્ધિ કરાય છે. આ રીતે પક્ષ-સાધ્યસાધન અને ઉદાહરણ આ સઘળું સર્વથા શૂન્યતા માને છત કેમ ઘટશે?
(૭) આ વક્તા, આ વચન અને આ વાચ્ય” ઈત્યાદિ વ્યવહારો પણ સર્વશૂન્યતા માન્ય છતે કેમ ઘટશે ? જે પોતાની વાત રજુ કરનાર હોય તે વાદી અને તેનો પ્રત્યુત્તર આપનાર જે હોય તે પ્રતિવાદી. તે બન્નેને વક્તા કહેવાય છે. તે વાદી અથવા પ્રતિવાદી પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ એમ ત્રણ અવયવવાળું” અથવા “પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ-ઉપનય અને નિગમન” એમ પાંચ અવયવવાળું જે અનુમાન કરે છે તેને વચન કહેવાય છે અને વાદી તથા પ્રતિવાદીને આવા પ્રકારનાં વચનો બોલવા દ્વારા જે કહેવાનું હોય છે જે હૃદયગત આશય (અભિધેય) હોય છે. તેને વાગ્ય કહેવાય છે. આવો વક્તા-વચન અને વાચ્યનો ભેદ પણ સર્વશૂન્યતા માન્ય છતે કેમ ઘટશે ?
(૮) બોલનારા વક્તાને ઈષ્ટ જે વાત તે સ્વપક્ષ કહેવાય અને સામે બોલનારાની જે વાત તે પરપક્ષ કહેવાય. પરંતુ સર્વથા જગત શુન્ય જ છે. આમ માન્ય છતે સ્વપક્ષ અને પરપક્ષ આવો ભેદ પણ કેમ ઘટે ? |૧૭૦૫-૧૭૦૬).
વળી આ સંસાર સર્વથા શુન્ય જ છે. કંઈ છે જ નહીં. આમ માન્ય છતે કોઈપણ ભૂતો કે ભૂતોના ધર્મો નથી જ આવો અર્થ થાય. જો ખરેખર આમ જ હોય તો પૃથ્વીમાં જ સ્થિરતા (કાઠિન્યત્વ), જલમાં જ દ્રવીભતત્વ, વઢિમાં જ ઉષ્ણત્વ, વાયમાં જ ચંચલત્વ અને આકાશમાં જ અરૂપિ– ઈત્યાદિ એક-એક ભૂતપદાર્થમાં એક-એક પ્રતિનિયત સ્વભાવો જ સર્વકાલે કેમ જણાય છે ? સર્વથા શૂન્યતા હોતે છતે આવા પ્રકારના ભૂતોની અને ભૂતોના ધર્મોની પ્રતિનિયત વ્યવસ્થા કેમ દેખાય છે ?
તથા શબ્દાદિ (શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શ) આ પાંચ વિષયો ગ્રાહ્ય જ કહેવાય = ઈન્દ્રિયો વડે જાણવાલાયક કહેવાય અને શ્રોત્રાદિ (શ્રોત્ર-ચક્ષુ-ઘાણ-રસના અને સ્પર્શન) આ પાંચ ઈન્દ્રિયો એ ગ્રાહક અથવા ગ્રહણ કહેવાય = પાંચ વિષયોને જાણનારી કહેવાય. આવા નિયમની સિદ્ધિ પણ કેમ થશે ? શબ્દાદિ વિષયો ગ્રાહક અને ઈન્દ્રિયો ગ્રાહ્ય આમ ઉલટું પણ કેમ ન કહેવાય ? તથા ગમે તે ઈન્દ્રિયથી ગમે તે વિષય જણાય આવું પણ કેમ ન કહેવાય ? જો સર્વથા શૂન્યતા જ છે. કંઈ છે જ નહીં તો પછી આવી પ્રતિનિયત વ્યવસ્થા કેમ ઘટે ? ૧૭૦૭ll.