________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
છે તેમ જો તમે સ્વીકારશો તો
વિવેચન - હે વ્યક્તપંડિત ! જો આ સંસારમાં પૃથ્વી આદિ પાંચ ભૂતો નથી અને સર્વથા શૂન્યતા જ છે. આમ નાગાર્જુનાદિ બૌદ્ધાચાર્યો “આ સ્વપ્ન કહેવાય અને આ સ્વપ્ન ન કહેવાય એવો ભેદ કોના આધારે કરશો ? અર્થાત્ સ્વપ્નજ્ઞાનમાં દેખાયેલ હાથી અને મહાવૃક્ષ કાલ્પનિક છે અને ચક્ષુથી અસ્વપ્નકાલે (જાગૃતકાલે) જોયેલ હાથી અને મહાવૃક્ષ વાસ્તવિક છે. આવો ભેદ તમારા મતે કેમ થઈ શકશે ? સ્વપ્નમાં જોયેલા હાથી ઉપર આરોહણ થતું નથી અને જાગૃતકાલમાં જોયેલા હાથી ઉપર આરોહણ થાય છે. આમ એકમાં ફલપ્રાપ્તિ થતી નથી અને બીજામાં ફલપ્રાપ્તિ થાય છે. આ ભેદ સર્વશૂન્યતા માન્યે છતે કેમ ઘટશે ?
૨૫૪
(૨) આ સત્ય છે અને આ અલીક (મિથ્યા) છે આવો ભેદ પણ કેમ ઘટશે ? જેમકે પાણી ભરેલો ઘટ એ સાચો ઘટ છે અને ચિત્રમાં ચિત્રેલો કે સ્વપ્નમાં જોયેલો ઘટ અલીક છે. આમ જે ભેદ છે તે સર્વશૂન્યતા માનતે છતે કેમ ઘટશે ? કારણ કે તમારા મતે તો બધા જ ઘટ શૂન્ય છે. જ્યારે જગતમાં તો એક ઘટમાં પાણી ભરાય છે અને સ્વપ્નગત ઘટમાં પાણી ભરાતું નથી. આવો ભેદ તમારા મતે કેમ ઘટશે ?
(૩) આ ગર્વનગર છે અને આ પાટલીપુત્ર નગર છે. આવો ભેદ પણ સર્વશૂન્યતા માન્યે છતે કેમ ઘટશે ? ગર્વપુર એટલે વાદળોની ઘટામાં દેખાતો નગર જેવો કાલ્પનિક આકાર અને પાટલીપુત્ર એટલે વાસ્તવિક નગરજનોથી અને ધનધાન્યાદિથી સમૃદ્ધ સાચું પટ્ટણા શહેર. એક કાલ્પનિક નગર છે અને બીજું વાસ્તવિક નગર છે. આવો ભેદ સર્વશૂન્યતા માનતે છતે કેમ ઘટશે ?
(૪) આ તથ્ય (સાચો પદાર્થ) છે અને આ ઔપચારિક પદાર્થ છે, આવો ભેદ પણ કેમ ઘટશે. જંગલમાં સ્વતંત્રપણે ફરતો ગર્જના કરતો, અનેક પશુઓનો સંહાર કરતો, ગળા ઉપર ઘણી કેશવાળીવાળો મુખ્યત્વે જે સાચો સિંહ છે. તે તથ્ય સિંહ છે અને કોઈ મનુષ્ય હોય, પરંતુ શૂરવીરતા હોવાથી અથવા હિંસક હોવાથી અથવા ક્રોધી હોવાથી તેમાં સિંહપણાનો જે ઉપચાર કરાય છે અને કહેવાય છે કે આ મનુષ્ય તો સિંહ છે સિંહ. આમ આ ઔપચારિક સિંહ છે આવો ભેદ સર્વશૂન્યતા માનતે છતે કેમ ઘટશે ?
(૫) વળી આ સંસાર જો સર્વથા શૂન્ય જ છે તો આ ઘટ-પટ એ કાર્ય છે. કારણ કે કુંભાર અને વણકર વડે બનાવાય છે અને નૃષિંડ તથા તત્ત્તસમૂહ તે બન્ને કારણ છે, કેમકે તેમાંથી ઘટ-પટ બનાવાય છે. આવો કાર્ય અને કારણનો ભેદ પણ સર્વથા શૂન્યતા માન્યે છતે કેમ ઘટશે ?