________________
૬૨
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
भयरागदोसमोहाभावाओ सच्चमणइवाइं च ।
सव्वं चिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१५७८ ॥
( ભય-રાગ-દ્વેષ-મોહામાવાત્ સત્યમનતિપાતિ ચ ।
सत्यमेव मे वचनं ज्ञायकमध्यस्थवचनमिव ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - હું ભય-રાગ-દ્વેષ અને અજ્ઞાનના અભાવવાળો હોવાથી મારું સર્વ વચન જાણકાર અનુભવી મધ્યસ્થ પુરુષના વચનની જેમ સત્ય છે અને દોષ વિનાનું છે.
||૧૫૭૮ ॥
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ ઈન્દ્રભૂતિને ઉપરની ગાથામાં જે આમ કહ્યું છે કે “હું સર્વજ્ઞ છું. મારું વચન છે માટે સર્વજ્ઞનું વચન છે તેથી તમે સ્વીકાર કરી લો” તે બાબતમાં ઈન્દ્રભૂતિ પ્રશ્ન કરે છે કે - તમે સર્વજ્ઞ હો તેથી શું થયું ? સર્વજ્ઞ હોય તેનાં બધાં જ વચનો સત્ય જ હોય એવો કોઈ નિયમ નથી, સર્વજ્ઞ હોય છતાં પ્રયોજનવશ મિથ્યાવચન પણ બોલે એવું કેમ ન બને ? આવા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે કે -
હે ઈન્દ્રભૂતિ ! જુઠ્ઠું બોલવાનાં મુખ્યત્વે ચાર કારણો હોય છે. લોકો ભયના કારણે ભયભીત થયા છતા સાચું કહેવાથી શિક્ષા થશે એવા આશયથી અસત્ય બોલે છે. બીજું કારણ રાગ છે, જેને જેનો રાગ હોય છે તેના પક્ષપાતના કારણે તેનો સ્વાર્થ સધાય તે માટે પણ જુઠ્ઠું બોલે છે. ત્રીજું કારણ દ્વેષ છે, જેને જેની સાથે અણબનાવ છે તે જીવ તેને વધારે નુકશાન કેમ થાય ? એવા આશયથી પણ જુઠ્ઠું બોલે છે અને ચોથું કારણ મોહ (અજ્ઞાન) દશા છે. જેને જે વસ્તુ બરાબર સમજાઈ ન હોય, જાણી ન હોય, જ્ઞાનથી યથાર્થ દેખી ન હોય તો જુઠ્ઠું બોલાઈ જાય છે. પરંતુ આ ચારે કારણો મારામાં નહી હોવાથી હે ઈન્દ્રભૂતિ! મારું સઘળું પણ વચન સત્ય છે અને નિર્દોષ છે. જેમ તમે એકગામથી બીજા ગામ જતા હો, માર્ગની જાણકારી ન હોવાથી રસ્તામાં ભૂલા પડ્યા હો ત્યારે તે તે માર્ગના અનુભવી પુરુષો રસ્તામાં મળે ત્યારે તમે તેને પૂછો છો, ત્યારે સામે મળનારા રસ્તાના તે અનુભવી પુરુષો જો તમારાથી અથવા અન્યથી ભયભીત થયેલા ન હોય, તમારા ઉપર રાગ-દ્વેષ ન હોય તો તેવા પ્રકારના ભય વિનાના, રાગદ્વેષ વિનાના અને અનુભવવાળા માર્ગજ્ઞનાં સર્વે વચનો સત્ય અને નિર્દોષ હોય છે તેમ મારાં વચનો પણ સર્વે સત્ય છે અને નિર્દોષ છે. તેથી હે ઈન્દ્રભૂતિ ! તમે સ્વીકારી લો. II૧૫૭૮॥
ન
અહીં ગૌતમસ્વામી સંબંધી શંકા ઉઠાવીને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે -