________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
448
૪૪૮ સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ જ્યોતિર્લોકને (સ્વર્ગલોકન) અમે પામ્યા છીએ. દેવભવને અમે પ્રાપ્ત કર્યો છે. હવે અહીંથી આગળ અમને અરાતિ (વ્યાધિ) શું કરી શકવાની છે ? તથા અમરણ ધર્મને પામેલા એવા પુરુષને જરા પણ શું કરી શકવાની છે ? આ રીતે અમરણ ધર્મવાળા જીવને (દેવભવ પામેલાને) જરા અને વ્યાધિ શું કરી શકે? અર્થાત્ કંઈ કરી શકતાં નથી. દેવનો ભવ એવો છે કે તેમાં કોઈપણ જાતની જરા અને વ્યાધિ હોતી નથી. આ બીજો પાઠ પણ “દેવો છે” આમ દેવોના અસ્તિત્વને જ સૂચવે છે. સોમરસનું પાન કરીને જીવ અમર બને છે, દેવ બને છે. જ્યાં જરા અને વ્યાધિ પીડા આપી શકતાં નથી.
(૩) માયાની ઉપમાવાળા ઈન્દ્રનયમ-વરુણ અને કુબેર વગેરે ગીર્વાણોને (દેવોને) કોણ જાણે ? અર્થાત્ આ તો ઝાંઝવાના જળની જેમ માયાવી-માયાતુલ્ય છે. એટલે “છે કે નહીં” તે કોણ જાણે ? દેવોની તો વાર્તા જ માત્ર છે. વાસ્તવિક દેવ જેવું કોઈ તત્ત્વ જ નથી. આવા અર્થવાળો આ પાઠ “દેવના અભાવને સૂચવનારો છે”.
આમ પરસ્પર ભિન્ન ભિન્ન અર્થવાળા વેદપાઠોના અર્થ સમજવાથી અને સાંભળવાથી તમને સંશય થયો છે. પરંતુ હે મૌર્ય ! તમારો આ સંશય અયુક્ત છે. કારણ કે આ વેદપદોના સાચા અર્થને તમે જાણતા નથી. અને તેની પાછળની યુક્તિઓ પણ તમે સારી રીતે જાણતા નથી. તમારા હૈયામાં જે અભિપ્રાય પ્રવર્તે છે. તે અર્થ આ વેદપાઠોનો નથી. પરંતુ તે વેદપાઠોનો સાચો અર્થ આ પ્રમાણે છે. જે હવે પછીની ગાથાઓમાં કહેવાય છે. ll૧૮૬૬ll
तं मन्नसि नेरइया, परतंता दुक्खसंपउत्ता य । न तरंतीहागंतुं, सद्धेया सुव्वमाणा वि ॥१८६७॥ सच्छंदचारिणो पुण देवा, दिव्वप्पभावजुत्ता य । जं न कयाइ वि दरिसणमुवेंति तो संसओ तेसु ॥१८६८॥ (त्वं मन्यसे नैरयिकाः परतन्त्रा दुःखसम्प्रयुक्ताश्च । न शक्नुवन्तीहाऽऽगन्तुं श्रद्धेयाः श्रूयमाणा अपि ॥ स्वच्छन्दचारिण: पुनर्देवा दिव्यप्रभावयुक्ताश्च । यन्न कदाचिदपि दर्शनमुपयन्ति ततः संशयस्तेषु ॥)
ગાથાર્થ - હે મૌર્ય ! તમે એમ માનો છો કે નારકીના જીવો તો પરતંત્ર છે વળી દુઃખથી સંયુક્ત છે. તેથી અહીં આવવાને શક્તિમાન નથી. માટે શાસ્ત્રોમાં સંભળાય છે.