________________
D:/PII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.449
ગણધરવાદ સાતમા ગણધર - મૌર્ય
૪૪૯ એટલા માત્રથી શ્રદ્ધા કરવા યોગ્ય છે. પરંતુ દેવો તો સ્વચ્છંદચારી છે. દિવ્ય પ્રભાવથી યુક્ત છે. તો પણ ક્યારેય દર્શન આપતા નથી. તેથી (છે કે નહીં આવો) સંશય તે દેવોને વિષે થાય છે. ll૧૮૬૭-૧૮૬૮ll
વિવેચન - હે મૌર્યપંડિત ! તમે મનમાં આવા આવા વિચારો કરો છો કે - નારકીના જીવો તો પોતાના કરેલા પાપોના ઉદયને કારણે “પરમાધામી = નરકપાલ” દેવોને પરાધીન છે. નરકના જીવોને સતત દુઃખ આપવાનું કામ કરનારા હલકી મનોવૃત્તિવાળા દેવોને પરમાધામી કહેવાય છે. અથવા તેઓને નરકપાલ દેવો પણ કહેવાય છે. જેમ પોલીસો ગુન્હેગારને છટકવા દેતા નથી તેમ આ દેવો નરકના જીવોને ક્યાંય આડા-અવળા જવા દેતા નથી. તેથી નીચે હોય છતાં અહીં ન આવે એવું બની શકે છે. માટે તે જીવો મનુષ્યલોકમાં આવતા દેખાતા નથી, છતાં શાસ્ત્રોમાં તેઓનું વર્ણન છે. માટે હશે જરૂર. આમ માની શકાય છે.
તથા આ જીવ પરાધીન વૃત્તિવાળા તો છે જ, સાથે સાથે નિરંતર દુઃખી પણ છે. ક્ષેત્રકૃત વેદના, પરસ્પરકૃત વેદના અને પરમાધામી દેવકૃત વેદનાથી નિરંતર પીડાયા જ કરે છે અને અતિશય દુઃખી જીવો અહીં મનુષ્યલોકમાં ન આવી શકે એમ બને. તેથી અહીં મનુષ્યલોકમાં ન આવતા હોવા છતાં શાસ્ત્રમાં કહ્યા છે. તેથી માની શકાય છે કે તેવા જીવો સંસારમાં હશે. આમ નારકીના જીવો પરાધીનતા અને દુઃખમય દશાના કારણે મનુષ્યલોકમાં ન આવતા હોવા છતાં પ્રત્યક્ષ ન દેખાતા હોવા છતાં આ સંસારમાં હશે એમ માની શકાય છે. નહીં આવવાના કારણો સાચાં છે માટે તે જીવો તો હશે. પરંતુ દેવો તો સ્વચ્છેદચારી છે. જ્યારે જ્યારે જ્યાં જ્યાં જવાની પોતાની ઈચ્છા થાય ત્યારે ત્યારે ત્યાં ત્યાં જઈ શકે છે. તેઓને રોક-ટોક કરનારા તેઓના માથે પરમાધામી જેવા બીજા કોઈ દેવો નથી, પરાધીન નથી, સ્વચ્છંદચારી છે. માટે અહીં આવી શકે છે.
તે દેવો દિવ્ય પ્રભાવથી સંયુક્ત છે. આંખ મીંચીને ખોલીએ તેટલી વારમાં તો ઊર્ધ્વલોકથી મધ્યલોકમાં આવી શકે છે. અનેક રૂપો કરી શકે છે. એક રૂપ ત્યાં રાખીને બીજા અનેક રૂપે પણ અહીં આવી શકે છે. આમ દેવગતિના દેવો સ્વચ્છંદચારી અને દિવ્યપ્રભાવયુક્ત છે. તો પણ ક્યારેય કોઈનેય પણ દર્શન થતાં નથી. કોઈના દૃષ્ટિપથમાં આવતા નથી. મધ્યલોકમાં ઘણા મનુષ્યો દુઃખી છે. પોતે ઘણા સુખી છે. તો પણ કરુણાબુદ્ધિથી પણ ક્યારેય આવતા નથી. ઘણા લોકો દેવોની સાધના-આરાધના કરે છે તો પણ તે દેવો અહીં આવતા દેખાતા નથી. માટે આ સંસારમાં દેવો ન હોય એમ જ લાગે છે. છતાં વેદપાઠોમાં અને સ્મૃતિગ્રંથોમાં “દેવો છે” આ પ્રમાણે સંભળાય છે. તેથી