________________
૧૮૫
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ विण्णाणंतरपुव्वं बालण्णाणमिह नाणभावाओ । जह बालनाणपुव्वं, जुवनाणं तं च देहऽहिअं ॥१६६१॥ (विज्ञानान्तरपूर्वं बालज्ञानमिह ज्ञानभावात् ।
यथा बालज्ञानपूर्वं, युवज्ञानं तच्च देहाधिकम् ॥)
ગાથા - જેમ યુવાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાના વિજ્ઞાનપૂર્વક છે તેવી જ રીતે બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વિજ્ઞાનાન્તરપૂર્વક (પૂર્વભવીયવિજ્ઞાનપૂર્વક) છે. તે વિજ્ઞાનાન્તરવાળો પદાર્થ દેહથી અધિક (ભિન) છે. /૧૬૬ ૧/l
વિવેચન - ભૂતોની બનેલી એવી જે પાંચ ઈન્દ્રિયો છે. તેનાથી આત્મા નામનું દ્રવ્ય ભિન્ન છે. તે વાત સિદ્ધ કરવા ગ્રન્થકારશ્રી અનેક અનુમાનો આપે છે.
ફર્વ વીવજ્ઞાન વિજ્ઞાનાન્તરપૂર્વમ્ = બાલ્ય અવસ્થામાં જે વિજ્ઞાન થાય છે. એ બાલ્યવિજ્ઞાન અવશ્ય પૂર્વકાલીન વિજ્ઞાનપૂર્વક છે. આ પ્રતિજ્ઞા છે. કારણ કે વિજ્ઞાની = બાલ્યાવસ્થાનું વિજ્ઞાન એ પણ એક પ્રકારનું વિજ્ઞાન હોવાથી, આ હેતુ છે. આ સંસારમાં જે જે વિજ્ઞાન હોય છે તે તે અવશ્ય અન્ય વિજ્ઞાનપૂર્વક હોય છે. જેમ યુવાવસ્થામાં જે વિજ્ઞાન થાય છે. તે બાલ્યાવસ્થાના વિજ્ઞાનપૂર્વક જ થાય છે. અર્થાત્ બાલ્યાવસ્થામાં વિજ્ઞાન હતું તો જ યુવાવસ્થામાં વિજ્ઞાન થાય છે. આ અન્વયવ્યાપ્તિ અને અન્વય ઉદાહરણ છે. આ અનુમાનથી બાલ્યાવસ્થાનું વિજ્ઞાન અન્ય વિજ્ઞાનાન્તરપૂર્વક છે. આટલી વાત સિદ્ધ થઈ.
- હવે બાલ્યાવસ્થાનું આ વિજ્ઞાન, જે અન્ય વિજ્ઞાનાન્તરપૂર્વક છે તે અન્ય વિજ્ઞાનાન્તર પૂર્વભવીય વિજ્ઞાન છે અને તે પૂર્વભવીય વિજ્ઞાન તથા વિજ્ઞાનવાળો પદાર્થ વર્તમાન ભવના શરીરથી અન્ય જ છે. કારણ કે તે પૂર્વભવીય વિજ્ઞાને પૂર્વભવના શરીરનો ત્યાગ કર્યો હોવા છતાં આ ભવસંબંધી વિજ્ઞાનનું કારણ બને છે. માટે શરીરથી ભિન્ન છે. અહીં પૂર્વભવીય એવું વિજ્ઞાન આ આત્માનો ગુણ હોવાથી ગુણી એવા આત્મા વિના અસંભવિત છે. આ રીતે પૂર્વભવના શરીરનો ત્યાગ થવા છતાં તેમાં રહેલું વિજ્ઞાન અને વિજ્ઞાનવાળો આત્મા આ ભવમાં આવીને નવા ભવસંબંધી સુંદર એવી શરીરરચના કરે છે અને તેવા પ્રકારની શરીરરચનાનું વિજ્ઞાન તેમાં વર્તે છે. તેથી તે પૂર્વભવના શરીરનો ત્યાગ કરીને વિજ્ઞાનપૂર્વક આવનારો જે પદાર્થ છે. તે જ પદાર્થ શરીરથી ભિન્ન એવો આત્મા છે. આવા પ્રકારના અનુમાનથી પણ અમે શરીરથી ભિન્ન આત્મા છે એમ સિદ્ધ કરીએ છીએ. અર્થાત્ શરીર એ જ આત્મા નથી.