________________
૫૬૮
અગિયારમા ગણધર - પ્રભાસ
जं नारगाइभावो, संसारो नारगाइभिण्णो य । को जीवो तं मन्नसि, तन्नासे जीवनासोत्ति ॥१९७८ ॥
( यद् नारकादिभावः संसारो नारकादिभिन्नश्च ।
को जीवस्त्वं मन्यसे, तन्नाशे जीवनाश इति ॥ )
ગાથાર્થ - જે નારકાદિ પર્યાય છે તે જ સંસાર છે. નારકાદિ પર્યાયથી ભિન્ન એવો જીવ શું છે ? કે જે તમે માનો છો ? (કોઈ જ નથી). માટે તે પર્યાયનો નાશ થયે છતે જીવનો પણ નાશ થાય છે. તેથી મોક્ષ જેવું કોઈ તત્ત્વ જ નથી. ૧૯૭૮ ॥
ગણધરવાદ
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે હે પ્રભાસજી ! તમારા મનમાં આવા વિચારો પણ પ્રવર્તે છે કે નારક-તિર્યંચ અને દેવાદિ જે પર્યાયો છે તે જ સંસાર છે. તે પર્યાયોથી જુદો કોઈ સંસાર નથી અને નારકાદિ પર્યાયભાવે પરિણામ પામેલો જે પદાર્થ છે તે જ જીવ છે. તેનાથી અન્ય કોઈ જીવદ્રવ્ય જુદું નથી. કારણ કે નારક-તિર્યંચમનુષ્ય અને દેવાદિ પર્યાય સ્વરૂપે જ જીવદ્રવ્ય જણાય છે. તેનાથી ભિન્નપણે ક્યારેય પણ જીવદ્રવ્ય જણાતું નથી. તેથી આ નારકાદિ પર્યાયરૂપે પરિણામ પામેલું જે દ્રવ્ય છે તે જ જીવ છે.
||૧૯૭૮॥
તેથી તેનો નાશ થયે છતે એટલે કે નારકાદિ ભવરૂપ ભાવોનો એટલે કે પર્યાયોનો નાશ થયે છતે તેનાથી અભિન્ન ભાવે રહેલા એવા જીવદ્રવ્યનું પોતાનું સ્વરૂપ પણ નાશ પામવાથી તે કાલે જીવનો સર્વથા નાશ જ થાય છે. તેથી હવે જીવદ્રવ્ય રહેતું જ નથી તો આ મોક્ષ કોનો થાય ? તેથી મોક્ષ નથી. આમ તમે વિચારો છો. તે તમારી આ વિચારણા અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તે હવે જણાવે છે न हि नारगाइपज्जायमेत्तनासम्म सव्वहा नासो । जीवद्दव्वस्स मओ, मुद्दानासे व हेमस्स ॥ १९७९॥ कम्मकओ संसारो, तन्नासे तस्स जुज्जए नासो । जीवत्तमकम्मकयं, तन्नासे तस्स को नासो ? ॥१९८० ॥
(न हि नारकादिपर्यायमात्रनाशे सर्वथा नाशः । जीवद्रव्यस्य मतो मुद्रानाश इव हेम्नः ॥
-