________________
પ૬૭
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ (प्रतिपद्यस्व मण्डिक इव वियोगमिह कर्मजीवयोगस्य । त्वमनादेरपि काञ्चनधात्वोरिव ज्ञानक्रियाभ्याम् ॥)
ગાથાર્થ - જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં પણ “સુવર્ણ અને માટીની જેમ” જ્ઞાન તથા ક્રિયા વડે તે સંયોગનો વિયોગ થાય છે. તે તમે મંડિકની જેમ સ્વીકારો. //૧૯૭૭ll
વિવેચન - હે પ્રભાસ ! આ જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં પણ તેનો વિયોગ થાય છે. આમ તમે સ્વીકારો. કર્મનો બંધ અને કર્મથી મોક્ષ આ વિષયક વાદમાં પહેલાં મંડિકપંડિતની સાથે વાદમાં જેમ સમજાવ્યું છે તેમ તમે પણ જાણો.
કયા બે પદાર્થનો સંયોગ અનાદિ હોવા છતાં પણ વિયોગ પામે છે ? તે કહો કે તેના ઉદાહરણથી આ સંયોગનો વિયોગ પણ સ્વીકારાય ? તો “સુવર્ણ અને માટીનો” સંયોગ જેમ અનાદિ હોવા છતાં પણ તેવા તેવા ઉપાયોથી વિયોગ કરાય છે તેમ જીવ અને કર્મના સંયોગનો પણ વિયોગ કરી શકાય છે.
પ્રશ્ન - શું કોઈ પણ કારણ વિના નિર્દેતુક જ જીવ અને કર્મના સંયોગનો વિયોગ થાય છે ? કે તેમાં કોઈ કારણ છે ?
ઉત્તર :- નિર્દેતુક નહીં પણ સહેતુક વિયોગ થાય છે અને તે પણ જ્ઞાનધર્મ અને ક્રિયાધર્મની આરાધના વડે જીવ-કર્મના સંયોગનો વિયોગ થાય છે.
ભાવાર્થ આવો છે કે – જે બે વસ્તુનો સંયોગ અનાદિકાલીન હોય તે ભવિષ્યમાં પણ અનંતકાલ જ રહે એવો આ એકાન્ત નિયમ નથી. અર્થાત્ જે અનાદિ સંયોગ હોય છે તે અનંત પણ હોય છે અને સાન્ત પણ હોય છે. કારણ કે માટી અને સુવર્ણનો સંયોગ નિસર્ગપણે અનાદિ હોવા છતાં પણ તેવા તેવા પ્રકારની અગ્નિ આદિ વસ્તુઓના સંપર્કથી વિયોગ કરી શકાય છે અને મલીન સુવર્ણ શુદ્ધ સુવર્ણ બને છે. તેવી જ રીતે જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિ હોવા છતાં પણ સમજ્ઞાન અને સમ્યકક્રિયાની આરાધના વડે તેનો વિયોગ કરી શકાય છે. આ વાત મંડિક પંડિતજીની જેમ હે પ્રભાસજી ! તમે પણ સ્વીકારો. જે સંયોગ અનાદિ હોય છે તે સંયોગ અનંત જ હોય એવો એકાન્તનિયમ નથી. સાત્ત પણ હોય છે. તેથી જીવ-કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં આરાધના વડે તેનો વિયોગ કરી શકાય છે. ll૧૯૭૭થી.
મોક્ષના અભાવને પ્રતિપાદન કરનારો પ્રભાસજીનો અભિપ્રાય અન્ય રીતે પણ છે. તે પ્રગટ કરતાં ભગવાન જણાવે છે કે -