________________
૫૬૬
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
(अथवाऽनादित्वतः खस्येव किं कर्मजीवयोगस्य । વિયોત્િર મત્સંસારમાંવ પતિ? )
ગાથાર્થ - અથવા જીવ અને કર્મનો સંયોગ આકાશની જેમ અનાદિ હોવાથી વિયોગ થવાનો ન હોવાથી ક્યારેય સંસારનો અભાવ થાય નહિ, (માટે મોક્ષ નથી.) /૧૯૭૬ //
વિવેચન - અથવા બીજી રીતે પણ નિર્વાણનો અભાવ છે આવું તમે મનમાં વિચારો છો. તેનું કારણ એ છે કે -
આ સંસારી જીવને સંસારનો અભાવ ક્યારેય પણ થાય નહિ, કેમ ન થાય ? તો વિયોગાત્ = વિયોગ ન થતો હોવાથી, કોનો વિયોગ થતો નથી? તો જીવ અને કર્મના સંયોગનો, કેમ વિયોગ થતો નથી ? તો આ સંયોગ અનાદિકાલથી છે માટે આ સંયોગનો વિયોગ થતો નથી. કોની જેમ ? તો આકાશની જેમ. ભાવાર્થ એવો છે કે - આ સંસારમાં જે બે પદાર્થનો સંયોગ અનાદિ હોય છે તે બેના સંયોગનો વિયોગ ક્યારેય થાય નહિ. જે સંયોગ અનાદિ હોય છે તે સંયોગ અનંતકાલ રહે છે. જેમકે “જીવ અને આકાશનો સંયોગ.”
જેમ જીવ અને આકાશનો સંયોગ અનાદિ છે તેથી અનંત કાલ રહે છે. તેનો ક્યારેય પણ અંત આવતો નથી. તેવી જ રીતે જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિ છે. તેથી તે અનંતકાલ રહેવાવાળો છે. માટે ક્યારેય વિયોગ થતો નથી. આ રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોવાથી અનંત છે. તેથી આ જીવને સંસારનો અભાવ ક્યારે પણ થતો નથી. તેથી મોક્ષ નથી. આવી યુક્તિ પણ તમારા મનમાં રમે છે. ll૧૯૭૬ll
પ્રભાસપંડિતજીનો ૧૯૭૫ માં એક અને ૧૯૭૬ માં એક એમ બે યુક્તિઓથી “મોક્ષ નથી” એમ પૂર્વપક્ષ ભગવાને કહેલો હતો. તેનો ભગવાન જો ક્રમસર જવાબ આપે તો પ્રથમ ૧૯૭૫ મી ગાથાની યુક્તિનો ઉત્તર આપવો જોઈએ અને ત્યારબાદ ૧૯૭૬ મી ગાથાની યુક્તિનો ઉત્તર આપવો જોઈએ. પરંતુ “પ્રયાસત્તિ” ન્યાયથી એટલે કે સમીપપણાના ન્યાયથી પહેલાં ૧૯૭૬મી ગાથાની યુક્તિનો ઉત્તર આપે છે -
पडिवज मण्डिओ इव, वियोगमिह कम्मजीवजोगस्स । तमणाइणो वि कंचण-धाऊण व णाण-किरियाहिं ॥१९७७॥