________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૬૯
कर्मकृतः संसारस्तन्नाशे तस्य युज्यते नाशः । નવત્વમવર્ષાં , તનાશે તી ? નાશ? )
ગાથાર્થ - જેમ વીટીનો નાશ થયે છતે મૂલદ્રવ્યભૂત સુવર્ણનો નાશ થતો નથી તેમ નારકાદિ પર્યાય માત્રનો નાશ થયે છતે જીવદ્રવ્યનો સર્વથા નાશ મનાતો નથી. /૧૯૭૯ll
સંસાર એ કર્મકૃત અવસ્થા છે. તેથી કર્મોનો નાશ થયે છતે તે સંસારનો નાશ સંભવી શકે છે. પરંતુ જીવદ્રવ્ય એ કર્મકૃત નથી તેથી કર્મોનો નાશ થયે છતે તે જીવદ્રવ્યનો નાશ કેમ થઈ શકે ? /૧૯૮ll
વિવેચન - નર-નારક-તિર્યંચ અને દેવાદિ રૂપે જીવ દ્રવ્યનું જે થવું તે બધા ભવો જીવદ્રવ્યના પર્યાયો છે. પર્યાય માત્રનો નાશ થયે છતે પર્યાયવાળા મૂલભૂત જીવદ્રવ્યનો સર્વથા નાશ થાય છે આવું મનાતું નથી. ફક્ત તે તે પર્યાયરૂપે જીવદ્રવ્યનો નાશ થાય છે આમ મનાય છે. તેને કથંચિત્ નાશ કહેવાય છે અને તે સ્વીકારાય છે. સર્વથા નાશ સ્વીકારાતો નથી.
જેમ કે મુદ્રાદિ (વીંટી-હાર-બંગડી-કુંડલ ઈત્યાદિ) પર્યાયોનો માત્ર નાશ થયે છતે તેમાં રહેલા મૂળભૂત સુવર્ણ દ્રવ્યનો સર્વથા નાશ થતો જોવાયો નથી. ફક્ત તે તે અલંકાર રૂપે સુવર્ણનો નાશ થાય છે. જેને કથંચિત્ નાશ કહેવાય છે. સર્વથા સુવર્ણ ચાલ્યું જતું નથી. તેવી જ રીતે નર-નારકાદિ સાંસારિક પર્યાયની નિવૃત્તિ થયે છતે સર્વ કર્મરહિત એવા મુક્તિપર્યાયરૂપ પર્યાયાન્તર પામવારૂપે જીવની ઉત્પત્તિ થાય છે. જેમ મુદ્રા (વીંટીપણા)નો પર્યાય નાશ પામતે છતે કર્ણપૂર (કુંડલ) નામના બીજા પર્યાયપણે તે સુવર્ણની ઉત્પત્તિ થાય છે. એમાં કોઈ વિરોધ નથી. તેવી જ રીતે જીવદ્રવ્યના સંસારીપર્યાયોનો નાશ થયે છતે તે જ જીવદ્રવ્ય મુક્તિત્વ પર્યાયરૂપે પર્યાયાન્તરને પામે છે. પરંતુ સર્વથા જીવદ્રવ્યનો નાશ થતો નથી.
પ્રશ્ન - જેમ કર્મોનો નાશ થયે છતે સંસાર નાશ પામે છે તેમ તે કર્મોનો નાશ થયે છતે જીવમાં રહેલા જીવત્વનો પણ નાશ થવાથી જીવદ્રવ્ય જ રહેશે નહીં. તેથી આપોઆપ મોક્ષનો અભાવ સિદ્ધ થશે, કર્મના નાશની સાથે જીવત્વનો નાશ થાય છે. તેથી જીવદ્રવ્યના અભાવે મોક્ષનો પણ અભાવ જ થાય. આમ મોક્ષાભાવ સિદ્ધ થાય છે.
ઉત્તર - પ્રતિસારમ્ = આ પ્રશ્ન પણ વ્યાજબી નથી. નર-નારક-તિર્યંચ-દેવાદિ અવસ્થાની પ્રાપ્તિરૂપ જે સંસાર છે. તે જ કર્મકૃત છે. સુખ-દુઃખ-રોગિત્ય-નિરોગત્વ તથા દેવાદિ ભવોવાળી અવસ્થાઓ પૂર્વકાલમાં બાંધેલા કર્મોના ઉદયથી પ્રાપ્ત થાય છે. માટે
છે.