________________
૩૧૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
તેવી જ રીતે સ્પર્શ-શબ્દ-સ્વાથ્ય અને કંપન આ પણ ગુણ અથવા ક્રિયા છે તે પણ કોઈક અદેશ્ય એવા દ્રવ્યને આશ્રિત છે અથવા અદેશ્ય એવા દ્રવ્ય વડે જ કરાયેલ છે. કારણ કે આ સ્પર્ધાદિ ચારે ગુણ ક્રિયા સ્વરૂપ છે. જે જે ગુણ-ક્રિયાત્મક હોય છે તે તે અવશ્ય કોઈને કોઈ દ્રવ્યને આશ્રિત અથવા તેવા દ્રવ્યથી કરાયેલ જ હોય છે. સ્વતંત્રપણે સંભવતા જ નથી. તેથી સ્પર્શ-શબ્દ-સ્વાથ્ય અને કંપન વગેરે ગુણ-ક્રિયાના આધારભૂત જે પદાર્થ છે. તે જ વાયુદ્રવ્ય છે. સ્પર્શના આધારભૂત વાયુ છે અને શબ્દ, સ્વાથ્ય તથા કંપનક્રિયાના હેતુભૂત વાયુ છે આ અનુમાનથી વાયુ નામના ચોથા ભૂતતત્ત્વની સિદ્ધિ થાય છે.
કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થાય છે. તેમાં કેટલીક વસ્તુઓ અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. પૃથ્વી-જલ-તેજ આ ત્રણ ભૂત પ્રત્યક્ષસિદ્ધ અને વાયુ અનુમાનસિદ્ધ છે આમ જાણવું. ll૧૭૪૯l
હવે આકાશ નામના પાંચમા ભૂતતત્ત્વની સિદ્ધિ કરનાર અનુમાન જણાવે છે - अस्थि वसुहाइभाणं, तोयस्स घडोव्व मुत्तिमत्ताओ । जं भूयाणं भाणं तं वोमं वत्त ! सुव्वत्तं ॥१७५०॥ (अस्ति वसुधादिभाजनं, तोयस्य घट इव मूर्तिमत्त्वात् । यद् भूतानां भाजनं, तद् व्योम व्यक्त ! सुव्यक्तम् ॥)
ગાથાર્થ – વસુધા (પૃથ્વી) આદિ ચારે ભૂતોનો આધાર કોઈક છે. મૂર્તિમાન દ્રવ્ય હોવાથી, જેમ પાણીનો આધાર ઘટ છે તેમ ચારે ભૂતોના આધારભૂત જે પદાર્થ છે તે જ હે વ્યક્તપંડિત ! સુવ્યક્ત એવું આકાશદ્રવ્ય (એ નામનું પાંચમું ભૂતતત્ત્વ) છે. /૧૭૫oll
વિવેચન - પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુ આ ચારે ભૂતતત્ત્વ પૂર્વની ગાથામાં ત્રણ પ્રત્યક્ષથી અને એક વાયુ કથંચિત્ સ્પાર્શન પ્રત્યક્ષથી અને કથંચિત્ અનુમાનથી સિદ્ધ કરેલ છે. હવે સિદ્ધ થયેલાં એવાં તે ચારે ભૂતોનો કોઈક આધાર હોવો જ જોઈએ. કારણ કે આ ચારે ભૂતો મૂર્તિમાન્ (રૂપાદિ ગુણોવાળાં) તત્ત્વ છે. જે જે મૂર્તિમાન્ તત્ત્વ હોય છે તે તે કોઈને કોઈ આધારમાં જ રહે છે. જેમકે પાણી એ મૂર્તિમાન પદાર્થ છે તો ઘટમાં, લોટામાં કે કુવામાં કે ડોલમાં રહે છે. તેની જેમ આ ચારે ભૂતો પણ મૂર્તિમાન દ્રવ્યો છે તેથી તે ચારેના આધારભૂત જે અદેશ્ય-સૂક્ષ્મ-દ્રવ્ય છે તે જ હે વ્યક્તપંડિત ! આકાશ નામનું પાંચમું ભૂતતત્ત્વ છે. આ વાત અત્યન્ત સ્પષ્ટ (સુવ્યક્ત) છે.