________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૧૫
અથવા વાયુ અને આકાશ ચક્ષુર્ગોચર પ્રત્યક્ષ ન હોવાથી કદાચ તેમાં સંશય થાય, તો પણ તે સંશય કરવા જેવો નથી. કારણ કે જે જે વસ્તુ પ્રત્યક્ષ થતી નથી તે તે બધી વસ્તુઓ નથી હોતી એમ નથી. ખરશૃંગાદિ જે સર્વથા અસ હોય છે તે જ વસ્તુઓ હોતી નથી. પરંતુ વાયુ, આકાશ આદિ જે વસ્તુઓ સત્ છે તે વસ્તુઓ ચાક્ષુષપ્રત્યક્ષ ભલે નથી પરંતુ અનુમાનથી ગમ્ય છે. તેવાં તેવાં અદશ્ય તત્ત્વો પણ અનુમાનથી જાણી શકાય છે. માટે વાયુ અને આકાશ ચાક્ષુષપ્રત્યક્ષનો વિષય ભલે નથી. તો પણ તે તત્ત્વો નથી એમ નહીં. તેઓને જણાવનારા અનુમાનો આ પ્રમાણે છે. જે હવે પછીની ગાથામાં કહેવાય છે. I૧૭૪૮.
વાયુની સિદ્ધિ કરનારું અનુમાન આ પ્રમાણે છે - अत्थि अदिस्सापाइयफरिसणाईणं गुणी गुणत्तणओ । रूवस्स घडोव्व गुणी, जो तेसिं सोऽनिलो नाम ॥१७४९॥ (अस्त्यदृश्यापादितस्पर्शनादीनां गुणी गुणत्वतः । રૂપી વટ ફેવ મુખી, યતેષ સોનિનો નામ )
ગાથાર્થ - અદેશ્ય એવા કોઈ દ્રવ્ય વડે ઉત્પન્ન કરાયેલા સ્પર્શ આદિ ગુણોનો કોઈક ગુણી ચોક્કસ છે જ, ગુણ હોવાથી, રૂપગુણનો ગુણી જેમ ઘટ છે, તેમ સ્પર્શ આદિ ગુણોનો જે ગુણી છે. તે જ વાયુ નામનું ભૂતતત્ત્વ છે. /૧૭૪૯ll
વિવેચન - ખુલ્લી જગ્યામાં શીતળતા અથવા ઉષ્ણતા વગેરે સ્પર્શનો જે અનુભવ થાય છે તે સ્પર્શ તથા સુસવાટા મારતો ભયંકર જે અવાજ સંભળાય છે તે શબ્દ તથા શારીરિક તબીયત નરમ હોય અને ગામડાની કે તીર્થની હવા લેવાથી સ્વાથ્ય સારું થાય છે. ત્યારે સુંદર દેખાતું તે સ્વાથ્ય તથા શીતઋતુ કે વર્ષાઋતુ વગેરે કાળમાં અતિશય ઠંડો પવન આવવાથી શરીર ધ્રુજે તે કમ્પ.
આ સ્પર્શ-શબ્દ-સ્વાથ્ય અને કંપન એ ગુણો કોઈને કોઈ અદશ્ય દ્રવ્યમાં રહેલા છે અથવા દ્રવ્ય વડે કરાયેલા છે. તેથી તે ગુણોનો અદેશ્ય એવો કોઈક ગુણી (ભૂતપદાર્થ) ચોક્કસ છે જ. કારણ કે આ સઘળા ય ગુણો છે અને ગુણો ગુણી વિના કેવલ એકલા હોતા નથી. તેથી આ ગુણોનો જે ગુણી છે તે નિયમા અનિલ (પવન-વાયુ) દ્રવ્ય છે.
જેમ ચક્ષુથી દેખાતું ઘટનું રૂપ એ ગુણ છે. તેથી તે ગુણનો ગુણી ઘટદ્રવ્ય છે. રૂપ ચક્ષુર્ગોચર છે તેથી ઘટ-પટ દ્રવ્ય પણ ચક્ષુર્ગોચર છે. તે રૂપ ગુણ ઘટ ગુણીમાં રહેલ છે.