________________
૬૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
કર્મરહિત પણ નથી જ, જેમકે સંસારી જીવો. આ પ્રમાણે વિપર્યયમાં બાધા આવે છે એ જ સાધ્યનું સાધક પ્રમાણ છે.
અથવા ત્રણે લોકની અંદર રહેલી જે કોઈ વસ્તુ તમે ન જાણતા હો તે મને તમે પૂછો, જેથી તમને મારા પ્રત્યે સર્વજ્ઞપણાનો વિશ્વાસ થાય. તમે જે કંઈ પૂછો તેનો ઉત્તર આપવા હું તૈયાર છું. હું આવું સ્પષ્ટ કહેતો હોવાથી પણ તમારે મારા ઉપર સર્વજ્ઞપણાનો વિશ્વાસ કરવો જોઈએ.
તથા જેનામાં ભય-રાગ-દ્વેષ અને અજ્ઞાનતા હોય છે તે જ જુઠ્ઠું બોલે છે. મારામાં ભયાદિ ચારે કારણોનો અભાવ સિદ્ધ છે. કારણ કે ચારે કારણોમાંના કોઈપણ કારણનાં લિંગો મારામાં દેખાતાં નથી. જેને ભય હોય છે તે ડરપોકપણે અસ્તવ્યસ્ત બોલે, જેને રાગ હોય છે તે પક્ષપાતથી બોલે, જેને દ્વેષ હોય છે તે ઈર્ષ્યા-દાઝ-અદેખાઈથી બોલે અને જેને અજ્ઞાનતા હોય છે તે આગળ-પાછળ જુદું-જુદું બોલે. આમાંનું એકપણ લિંગ મારામાં નથી. માટે મારામાં ભયાદિ ચારે કારણોનો અભાવ છે જ.
આ પ્રમાણે હે ઈન્દ્રભૂતિ ! તમે સમજો. આ સંસારમાં જ્ઞાનાત્મકલિંગ વિના ક્યારેય પણ જીવ નામનો લિંગી એકલો દેખાતો હોય તો તો જ્ઞાનાત્મકલિંગ ન દેખાય છતાં લિંગી એવો જીવ હશે એવી શંકા થાય. પરંતુ જ્ઞાનાત્મકલિંગ વિના લિંગી એવો જીવ ક્યારેય હોતો જ નથી તેવી જ રીતે ભયાદિ ચારે કારણોના લિંગો દેખાતાં હોય તો જ ભયાદિ કારણો હોય અને જુઠ્ઠું બોલવાના પ્રસંગો બને, પરંતુ ભયાદિ ચારે કારણોનાં લિંગો મારામાં નથી. માટે ભયાદિ કારણો મારામાં નથી. તેથી મારું વચન મિથ્યા નથી, સંપૂર્ણ સત્ય છે. ૧૫૭૯॥
एवमुवओगलिंगं, गोयम सव्वप्यमाणसंसिद्धं । संसारीयरथावर-तसाइभेअं मुणे जीवं ॥१५८०॥
(મુપયોગતિ, ગૌતમ ! સર્વપ્રમાળસંસિદ્ધમ્ । संसारीतरस्थावरत्रसादिभेदं जानीहि जीवम् ॥ )
ગાથાર્થ આ પ્રમાણે હે ગૌતમ ! ઉપયોગલક્ષણવાળો, સર્વ પ્રમાણોથી સિદ્ધ,
૧. મૂલગાથામાં બે વાર વા શબ્દ છે. એટલે “હું સર્વ સંશય છેદનાર છું અથવા તમે જે ન જાણતા હો તે પૂછો અથવા જે જાણતા હો તે પણ મારી પરીક્ષા માટે પૂછી શકો છો આવો અર્થ નીકળી શકે છે.