________________
૪૨૦
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
નીચે-ઉપર એમ ચાલે. કર્મો જે બાજુ લઈ જાય તે બાજુ જાય. પરંતુ જ્યારે કર્મોની પરવશતા ન હોય ત્યારે જીવ પોતે પોતાના સ્વભાવમાત્રથી ઊર્ધ્વગતિ જ કરે છે અને તે ઊર્ધ્વગતિસ્વભાવ હોવાથી સાતરાજ ઊર્ધ્વગતિ કરે છે.
(૩) પૂર્વપ્રયોગ = પૂર્વકાલમાં એટલે કર્મવાળી સંસારી અવસ્થામાં આ જીવે પ્રતિદિન ગમનાગમન કર્યું છે. તેથી હિંડોળો જેમ એકવાર ચલાવ્યા પછી પગનું આલંબન ન હોય તો પણ પૂર્વના પ્રયોગથી ચાલતો જ રહે છે. તેમ આ જીવ પૂર્વકાલમાં પડેલા ગતિના સંસ્કારથી ઊર્ધ્વગતિ કરે છે.
(૪) બંધચ્છદ = જેમ પાંજરાના બંધનનો વિચ્છેદ થતાં તેમાં પુરાયેલો સિંહ-વાઘ છલાંગ મારીને બહાર ગતિ કરે છે તેમ કર્મનું પાંજરું તુટવાથી અંદર પૂરાયેલો આ જીવ બંધનના વિચ્છેદથી ઉછલીને ઉપર જાય છે.
આવા પ્રકારનાં કારણોથી ઊર્ધ્વગતિ સ્વભાવવાળો આ જીવ સાતરાજ ઊર્ધ્વગતિ કરે છે અને તે પણ માત્ર એક સમયમાં જ ગતિ કરે છે. કર્મ ન હોવાથી વક્રતા પણ કરતો નથી. જ્યાં દેહનો ત્યાગ કરે છે ત્યાંથી જ તેના સમાન લેવલમાં જ ઉપર જાય છે. સમયાન્તર કે પ્રદેશાન્તરને સ્પર્યા વિના આ જીવની ઊર્ધ્વગતિ થાય છે. કર્મોનો ક્ષય થવાથી આ જીવમાં જેમ અપૂર્વ એવું સિદ્ધત્વ પ્રગટ થાય છે. તેમ કર્મોનો ક્ષય થવાથી આ જીવમાં અપૂર્વ એવું ઊર્ધ્વગતિ પરિણમન પણ પ્રગટ થાય છે. આમ સાતરાજની ગતિનું કારણ જાણવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
लाउ य एरण्डफले अग्गी धूमे य इसू धणुविमुक्के । गइ पुव्वपओगेणं एवं सिद्धाण वि गई उ ॥१॥
અલાબુ (તુંબડુ) એરંડાનું ફળ, અગ્નિ, ધૂમ અને ધનુષ્યથી મુકાયેલું બાણ જેમ પૂર્વપ્રયોગથી ગતિ કરે છે. તેમ સિદ્ધ થનારા પરમાત્માની પણ ગતિ થાય છે. ||૧||
પ્રશ્ન - જો જીવનો ઊર્ધ્વગતિ સ્વભાવ છે તેથી ઊર્ધ્વગતિ કરે છે તો સાતરાજ જઈને અટકી કેમ જાય છે ? તેનાથી ઉપર પણ ઘણું આકાશ (અલોકાકાશ) છે. તો વધારે વધારે ઊર્ધ્વગતિ તે જીવ કેમ કરતો નથી ? અને ત્યાં જ કેમ અટકી જાય છે ?
ઉત્તર - ગતિમાં સહાયક એવો ધર્માસ્તિકાય લોકાત્ત સુધી જ છે. ત્યારબાદ અલોકમાં તે નથી. તેથી પાણીમાં સડસડાટ તરનારી માછલી જેમ કિનારો આવતાં પાણીના સહયોગના અભાવે અટકી જાય છે. રેતીમાં ચાલતી નથી તેમ આ જીવ પણ