________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૧૯
ભગવાન - ત્રણે લોકના શિખરસ્થાને આ સિદ્ધ પરમાત્મા નિવાસ કરે છે. અર્થાત્ “ચૌદ રાજલોકપ્રમાણ” જે આ લોકાકાશ છે, જ્યાં છ દ્રવ્યો વર્તે છે, જ્યાં અનંત જીવ અને પુગલો છે, જ્યાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય છે, જે નીચે સાત રાજ પહોળો છે, મધ્ય એકરાજ પહોળો છે. કંઈક ઉપર પાંચરાજ પહોળો છે અને સર્વોપરિ એકરાજ પહોળો છે. ત્યાં સર્વથા ઉપરના સ્થાનમાં એટલે લોકાકાશના સર્વોપરિ અન્તિમ ભાગમાં ૪૫ લાખ યોજનમાં આ સિદ્ધ પરમાત્માઓનો નિવાસ હોય છે.
મંડિક :- મોક્ષે જનારા સર્વે પણ જીવો મનુષ્યલોકમાંથી જ મોક્ષે જાય છે. મનુષ્યલોક લોકાકાશના મધ્યભાગમાં આવેલ છે. તેથી મનુષ્યલોકથી લોકાત્તવાળો ભાગ સાતરાજ દૂર છે. અસંખ્યાતા યોજનોનો એકરાર થાય છે. તેથી આ ક્ષેત્ર ઘણું ઘણું દૂર છે.
આ જીવો કર્મક્ષયવાળા છે તો કર્મવિનાના મોક્ષે જનારા આ જીવોની આ મનુષ્યલોકથી લોકાન્ત સુધી સાતરાજ પ્રમાણ ગતિ કેવી રીતે થાય છે ? કારણ કે સર્વે પણ જીવોની ગતિ કર્મના કારણે થાય છે. વિહાયોગતિનામકર્મ-ત્રસનામકર્મ વગેરે નામકર્મની પ્રકૃતિઓનો ઉદય હોય તો જ જીવ એક સ્થાનથી બીજે સ્થાને ગતિ કરે છે. આ મુક્તાત્માને કોઈ કર્મ નથી, ક્ષીણકર્મા છે. ક્ષેત્ર ઘણું દૂર છે. તો આટલી લાંબી ગતિ કેમ થાય ? કેટલા સમયમાં થાય ? અને કર્મ વિના પણ ગતિ થાય એમ માનીશું તો અતિપ્રસંગ દોષ આવશે. અર્થાત્ ઘટ-પટ આદિ જડ પદાર્થો કે જેઓને કર્મ નથી તે પણ ગતિ કરવા લાગશે? તો આટલી લાંબી ગતિ કેમ થાય છે ?
ભગવાન - કર્મોનો ક્ષય થયે છતે લઘુતા થવી તથા જીવનો તેવા પ્રકારનો ઊર્ધ્વગતિ કરવાનો પરિણામ હોવો વગેરે ચાર કારણોથી મુક્તાત્માની સાતરાજ ગતિ થાય છે અને તે પણ એક જ સમયમાં થાય છે. આમ જાણવું.
(૧) કર્મલાઘવ = કર્મો ગયે છતે જીવ હળવો (ભાર વિનાનો) થવાથી ઉપર જાય છે. જેમ માટી આદિના લેપવાળો ઘટ લેપના ભારને લીધે પાણીમાં ડુબી જાય છે. પરંતુ પાણીના કારણે માટીનો લેપ પીગળી જવાથી તે લેપ દૂર થયે છતે તેના વજન વિનાનો એટલે કે ભાર વિનાનો થયેલો તે ઘટ હળવો થવાથી પાણીની ઉપર આવે છે. તેવી જ રીતે કર્મોનો લેપ દૂર થયે છતે લઘુતાને પામેલો તે જીવ લાઘવતાના કારણે ઊર્ધ્વગતિ કરે છે.
(૨) ઊર્ધ્વગતિપરિણામ = જીવ અને અજીવ બે દ્રવ્યો ગતિવાળાં છે. ત્યાં ઘટપટ આદિ અજીવ પદાર્થોનો નીચે જવાનો સહજ સ્વભાવ છે. તેવી જ રીતે જીવોનો ઊર્ધ્વગતિ સ્વભાવ છે. તેથી કર્માધીન આત્મા કર્મોની પરવશતાના કારણે ચારે દિશામાં,