________________
૪૧૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
આદિ સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રુવતા-ધર્મવાળી છે. કોઈપણ વસ્તુ એકાન્ત નિત્ય પણ નથી અને એકાન્ત અનિત્ય પણ નથી.
જેમકે “ઘટ” નામનું જે દ્રવ્ય છે તે “મૃતિંડ”ના પર્યાયપણે નાશ પામે છે. ઘટપર્યાયપણે ઉત્પન્ન થાય છે અને માટીપણે ધ્રુવ રહે છે. તેથી જ્યારે જે પર્યાયરૂપે વસ્તુ વિનાશ પામી છે. તે વિનષ્ટ-પર્યાયાદિની પ્રધાનતા વિચારાય છે. ત્યારે તે વસ્તુ તે પર્યાયરૂપે નાશ પામેલી હોવાથી અનિત્યસ્વાદિ ધર્મરૂપે કહેવાય છે. એમ આ મક્તિગત આત્મા પણ સંસારી-પર્યાયપણે વિનાશ પામ્યો છે. મોક્ષગત પર્યાયપણે ઉત્પન્ન થયો છે અને જીવપણેઉપયોગવાળાપણે-દ્રવ્યપણે અવસ્થિત = ધ્રુવ રહ્યો છે. તથા મોક્ષમાં પહોંચી ગયેલા જીવો પણ પ્રથમસમયના સિદ્ધપણે નાશ, દ્વિતીયસમયના સિદ્ધપણે ઉત્પાદ. આ પ્રમાણે પ્રતિસમયે ઉત્પાદ-વ્યય ચાલુ જ રહે છે. તથા દ્રવ્યપણે-જીવ–પણે-પ્રયત્નપણે-વસ્તુત્વપણે સદા અવસ્થિત = ધ્રુવ પણ જરૂર રહે જ છે.
તેથી પર્યાયોની અર્પણા (વિવક્ષા-પ્રધાનતા) કરવાથી અનિત્યનો પણ વ્યપદેશ જરૂર કરી શકાય છે અને દ્રવ્યની અર્પણ કરવાથી નિયત્વનો પણ વ્યપદેશ અવશ્ય કરી શકાય છે. આમ સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય, ઉત્પાદ-વ્યય-સ્થિતિધર્મવાળી જ છે. કોઈપણ વસ્તુ એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય છે જ નહીં. તેથી મોક્ષ પણ નિત્યાનિત્ય છે. ll૧૮૪૩
પ્રશ્ન - સર્વ કર્મોના ક્ષયથી મુક્ત થયેલા જીવો ક્યાં રહેતા હશે? તેઓને રહેવાનું ક્ષેત્ર ક્યાં ? કેટલું ? અને ત્યાં સુધી આ જીવો ગમનક્રિયા કેમ કરે ?
मुत्तस्स कोऽवगासो, सोम्म ! तिलोगसिहरं गई किह से ? । कम्मलहुया तहागइपरिणामाइहिं भणियमिदं ॥१८४४॥ (મુક્તી જોડવાશ, સૌમ્ય ! ત્રિનો શિવરં, તિઃ થં તી ? | कर्मलघुतातथागतिपरिणामादिभिर्भणितमिदम्)
ગાથાર્થ - સિદ્ધ થનારા આત્માનો અવકાશ ક્યાં હોય ? હે સૌમ્ય ! ત્રણે લોકના શિખરસ્થાને. તેઓની ગતિ કેમ થઈ ? કર્મક્ષય થયે છતે લઘુતા થવાથી અને તેવા પ્રકારનો ગતિ પરિણામ હોવા વગેરે કારણો દ્વારા આ ગમન કહેલું છે. /૧૮૪૪ll
- વિવેચન - હે ભગવાન્ ! જે આત્માનાં સમસ્ત કર્મોનો ક્ષય થઈ ચૂક્યો છે, કર્મરહિત, શરીરરહિત, શુદ્ધ-બુદ્ધ-અત્યન્ત નિર્મળ થયેલો તે આત્મા ક્યાં રહે ? તેવા આત્માને રહેવાનું સ્થાન ક્યાં હોય ? આવો પ્રશ્ન થયે છતે ભગવાન ઉત્તર આપે છે.