________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૨૧
ગતિસહાયક દ્રવ્યના અભાવે અલોકાકાશમાં ગતિ કરતો નથી. એ જ રીતે અધર્માસ્તિકાયના અભાવે અલોકાકાશમાં આ જીવ સ્થિતિ કરતો નથી. આ પણ સમજી લેવું ll૧૮૪૪
હવે આ બાબતમાં મંડિક બ્રાહ્મણ બીજો પ્રશ્ન કરે છે - किं सक्किरियमरूवं, मंडिय ! भुवि चेयणं च किमरूवं ? । जह से विसेसधम्मो, चेयण्णं तह मया किरिया ॥१८४५॥ (किं सक्रियमरूपं, मण्डिक ! भुवि चेतनं च किमरूपम् ? । यथा तस्य विशेषधर्मश्चैतन्यं तथा मता क्रिया ॥)
ગાથાર્થ – હે ભગવાન્ ! અરૂપી એવું ચૈતન્ય સક્રિય કેમ કહો છો ? હે મંડિક ! આ પૃથ્વી ઉપર અરૂપી હોય તે ચૈતન્યવાળું કેમ હોય છે ? જેમ ચૈતન્ય એ વિશેષધર્મ છે. તેમ સક્રિયત્ન પણ વિશેષ ધર્મ મનાયો છે. /૧૮૪પ
વિવેચન - અહીં મંડિક બ્રાહ્મણ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને આત્મા સંબંધી બીજી કેટલીક વાત જાણવા માટે પ્રશ્ન કરે છે.
મંડિક બ્રાહ્મણ - હે ભગવાન્ ! જેમ આકાશ અને કાલાદિ દ્રવ્યો અમૂર્તિ છે. તેમ આત્મા પણ અરૂપી દ્રવ્ય છે. તેથી આકાશ અને કાલાદિ દ્રવ્યો જેમ અક્રિય છે. ગતિક્રિયાથી રહિત દ્રવ્યો છે તેમ આત્મા પણ અક્રિય જ હોવો જોઈએ. તેને સાતરાજ ગતિવાળો કહીને સક્રિય કેમ સમજાવો છો? જેમ આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલ આ ચારે દ્રવ્યો અરૂપી છે અને અક્રિય છે. તેની જેમ આત્મા પણ અરૂપી હોવાથી અક્રિય જ હોવો જોઈએ તો તમારા વડે આત્મા અરૂપી હોવા છતાં સક્રિય કેમ કહેવાય છે ? કે જેથી મુક્ત થતા આત્મામાં સાતરાજ પ્રમાણ સક્રિયત્વ સ્વીકારાય છે? આત્મા અમૂર્ત હોવાથી આકાશની જેમ નિષ્ક્રિય જ હોવો જોઈએ.
ભગવાન - હે મંડિક ! આકાશ જેમ અમૂર્ત છે અને અચેતન છે. તેની જેમ આત્મા પણ અમૂર્તિ છે, છતાં અચેતન નથી પણ સચેતન છે. આવું તમે કેમ માનો છો ? તે તમે જ કહો કે અમૂર્તત્વ ધર્મથી આકાશ અને આત્મા એમ બન્ને સમાન છે છતાં એક અચેતન અને બીજું દ્રવ્ય ચૈતન્યગુણવાળું આવું તમે કેવી રીતે સ્વીકાર્યું ? આકાશ અને આત્મા બને અમૂર્ત જરૂર છે. પણ એક ધર્મથી સમાન હોય એટલે બધા જ ધર્મથી સમાન હોય આવું જો માનશો તો આકાશ અચેતન હોવાથી આત્મા પણ અચેતન જ માનવો જોઈએ. અમૂર્તતા હોવાથી આકાશની જેમ આત્માને પણ અચેતન જ માનવાની આપત્તિ આવશે.