________________
૪૨૨ છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ મંડિક - હે ભગવાન ! કોઈ પણ બે વસ્તુ એકધર્મથી સમાન હોય એટલે બધા જ ધર્મથી સમાન હોય એવો નિયમ નથી. જેમ ગાય અને ઘોડો પશુત્વધર્મથી સમાન છે છતાં ગોત્વધર્મ અને અશ્વત્વધર્મથી ભિન્ન ભિન્ન પણ છે. તેમ આકાશ અને આત્મા અમૂર્તિત્વધર્મથી જરૂર સમાન છે પણ અચૈતન્ય અને ચૈતન્યધર્મથી ભિન્ન ભિન્ન હોઈ શકે છે, સમાન નથી. કોઈ પણ બે વસ્તુ એક ધર્મથી સમાન હોય એટલે બધા ધર્મથી સમાન હોય એવો નિયમ નહીં.
ભગવાન - તો આ જ દલીલ નિષ્ક્રિયત્વ અને સક્રિયત્નમાં પણ સમાન જ છે. જેમ આકાશ અને આત્મા અમૂર્તત્વધર્મથી સમાન છે છતાં અચૈતન્યધર્મ અને ચૈતન્યધર્મથી ભિન્ન ભિન્ન છે. તેવી જ રીતે આકાશ અને આત્મા અમૂર્તિત્વધર્મથી ભલે સમાન હોય તો પણ નિષ્ક્રિયત્વ અને સક્રિયવધર્મથી પણ સમાન જ હોવા જોઈએ એવો કોઈ નિયમ નથી. અર્થાત્ આ મુક્તાત્મા અમૂર્ત એવા આકાશાદિ દ્રવ્યોની સાથે અમૂર્તપણે સમાન હોવા છતાં પણ જેમ તે મુક્તાત્મામાં “ચૈતન્ય” નામનો ધર્મ આકાશાદિથી વિશિષ્ટ છે તેમ સક્રિયત્ન ધર્મ પણ આકાશાદિથી વિશિષ્ટપણે આત્મામાં હોઈ શકે છે. એમાં કોઈ વિરોધ હોઈ ન શકે. કોઈપણ એક વસ્તુ બીજી વસ્તુની સાથે એકધર્મથી સમાન હોય એટલે સર્વધર્મથી સમાન હોય એવો નિયમ નથી.
ઘટ અને પટ પુદ્ગલપણે સમાન પણ છે અને જલાધારતા તથા શીતત્રાણતા ધર્મથી ભિન્ન પણ છે. સ્ત્રી અને પુરુષ મનુષ્યત્વ ધર્મથી સમાન છે છતાં સ્ત્રીત્વધર્મથી અને પુરુષત્વધર્મથી ભિન્ન પણ છે જ. તેવી જ રીતે આકાશાદિ દ્રવ્યો અને આત્મા અમૂર્તત્વધર્મથી જરૂર સમાન છે. પણ અચૈતન્ય અને અક્રિયત્ન ધર્મથી બને સમાન નથી. ભિન્ન ભિન પણ છે, આકાશાદિ દ્રવ્યો અચેતનતાવાળાં અને અક્રિય છે જ્યારે મુક્તાત્મા ચૈતન્ય ગુણવાળો છે અને સક્રિય છે. ll૧૮૪પી
વળી હે મંડિક ! “મુવત્તાત્મા નિમિય: મૂર્તત્વાન્ ગાવાશવત્' આવું અનુમાન ૧૮૪૫મી ગાથાના પૂર્વાર્ધના વિવેચનમાં તમે જે કહ્યું તે અનુમાનનો હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ છે. વ્યભિચારી હેતુ છે કારણ કે વ્યાપ્તિ થતી નથી. “જે જે અમૂર્ત હોય તે તે નિષ્ક્રિય” જ હોય એવો નિયમ નથી. તેથી હેતુ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી વ્યભિચારી છે. અથવા મુક્તાત્મા તથા સંસારી આત્મા એમ સર્વે પણ આત્મા અમૂર્ત છે પણ નિષ્ક્રિય નથી. તે વાત આ ગાળામાં સમજાવે છે -
कत्ताइत्तणओ वा सक्किरिओऽयं मओ कुलालोव्व । देहप्फंदणओ वा पच्चक्खं जंतपुरिसोव्व ॥१८४६॥