SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ૩૭ છે. જેમકે વહ્નિ સાધવામાં મહાનસ અને પરશરીરમાં આત્મા સાધવામાં દેવદત્ત આદિ. આ અન્વયદેષ્ટાન્ત જાણવું. (૬) જ્યાં જ્યાં લિંગી (સાધ્ય) ન હોય ત્યાં ત્યાં હેતુ પણ ન જ હોય તે વ્યતિરેકવ્યાપ્તિ કહેવાય છે. તેને અનુસરનારું જે ઉદાહરણ તેને વ્યતિરેકદૃષ્ટાન્ત કહેવાય છે. જેમકે જ્યાં જ્યાં વહ્નિ ન હોય ત્યાં ત્યાં (વહ્નિ વિના) ધૂમ પણ ન જ હોય, આ વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. જેમકે સરોવર અથવા સમુદ્ર આ વ્યતિરેક દૃષ્ટાન્ત જાણવું. તેવી રીતે જ્યાં જ્યાં આત્મા ન હોય ત્યાં ત્યાં સ્મૃતિ આદિ જ્ઞાનાદિ ધર્મો પણ ન જ હોય. જેમકે ઘટ-પટ તથા મૃત શરીર, આ વ્યતિરેકવ્યાપ્તિ તથા વ્યતિરેકદૃષ્ટાન્ત જાણવું. (૭) દૃષ્ટાન્તને અનુસાર પક્ષમાં સાધ્ય-સાધક હેતુની યોજના કરવી તેને ઉપાય કહેવાય છે. જેમકે મહાનસમાં વતિને સાધક એવો ધૂમ છે. તેવો ધૂમ પર્વતમાં પણ દેખાય છે. આ ઉપનય થયો તે રીતે દેવદત્તમાં આત્માને સિદ્ધ કરે એવા સ્મૃતિ આદિ જ્ઞાનાદિ ધર્મો દેખાય છે. તેવા જ સ્મૃતિ આદિ જ્ઞાનાદિ ધર્મો બધા જ પરશરીરમાં પણ દેખાય છે. આ ઉપનય થયો. (૮) ઉપનયને અનુસાર પક્ષમાં સાધ્યની સિદ્ધિ જાહેર કરવી તે નિગમન કહેવાય છે. જેમકે પર્વતમાં પણ ધૂમ હોવાથી અવશ્ય વહ્નિ હોવો જ જોઈએ. તેવી રીતે પરશરીરમાં પણ સ્મૃતિ આદિ જ્ઞાનાદિ ધર્મો દેખાતા હોવાથી અવશ્ય આત્મા છે જ. આ નિગમન કહેવાય છે. (૯) સાધ્યથી યુક્ત એવા પક્ષનું પ્રતિપાદન કરવામાં આવે તેને પ્રતિજ્ઞા કહેવામાં આવે છે. જેમકે “પર્વતો વલ્લમા'' અર્થાત્ પર્વત વહ્નિવાળો છે. “પરશરીરમાં આત્મા છે” આ પ્રમાણે કહેવું તે પ્રતિજ્ઞા જાણવી. (૧૦) સાથે અવશ્ય જેમાં હોય જ, તેને સપક્ષ કહેવાય છે. જેમકે વદ્ધિ સાધીએ ત્યારે મહાનસ એ સપક્ષ, પરશરીરમાં આત્મા સાધીએ ત્યારે દેવદત્ત એ સપક્ષ કહેવાય (૧૧) અવશ્ય જ્યાં સાધ્યનો અભાવ જ હોય તેને વિપક્ષ કહેવાય છે. જેમકે વહ્નિ સાધીએ ત્યાં સરોવર અને સમુદ્ર તે વિપક્ષ, પરશરીરમાં આત્મા સાધીએ ત્યારે ઘટ-પટ એ વિપક્ષ સમજવો. (૧૨) જે હેતુ ખોટો હોય, સાધ્ય સાધવામાં અસમર્થ હોય તેને હેત્વાભાસ કહેવાય
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy