________________
૩૬ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ સાધવામાં આવે છે. તેને ન્યાયશાસ્ત્રમાં “અનુમાનપ્રમાણ” કહેવાય છે. જ્યાં સુધી વસ્તુ પ્રત્યક્ષ જણાતી હોય છે. ત્યાં સુધી તો અનુમાનની જરૂર હોતી નથી. પરંતુ પ્રત્યક્ષ ન જણાય ત્યારે અનુમાન કલ્પવામાં આવે છે. જેમકે મહાનસમાં (રસોડામાં) વહ્નિ સાક્ષાત્ નજરે દેખાય જ છે એટલે ત્યાં અગ્નિનું અનુમાન કરાતું નથી. પરંતુ પર્વતોની ખીણમાં લાગેલ અગ્નિ ચક્ષુ આદિથી સાક્ષાત્ જણાતો નથી તેથી ધૂમ દ્વારા અગ્નિનું અનુમાન કરાય છે. તેમ પોતાના શરીરમાં આત્મા “સદં-મર્દ" ના પ્રત્યક્ષથી કથંચિત્ પ્રત્યક્ષ અનુભવાય છે. આ વાત ૧૫૫૪ થી ૧૫૬૩ માં સમજાવી છે. પરંતુ બીજાના શરીરમાં આત્મા છે. તે આપણને પ્રત્યક્ષપ્રમાણથી અનુભવાતું નથી. તેથી અનુમાન દ્વારા સમજાવવામાં આવે છે.
આ અનુમાનપ્રમાણની રીતભાત સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દો સમજવા પડે તેમ છે તો જ આગળ-આગળ આવતો વિષય સમજાય તેમ છે. તેથી તે પારિભાષિક શબ્દોના અર્થ આ પ્રમાણે છે -
(૧) જે સ્થાનમાં વસ્તુ સમજાવવી હોય તેને પક્ષ કહેવાય છે. જેમકે પર્વતમાં વહ્નિ સમજાવવી છે તો પર્વતને પક્ષ કહેવાય છે. તેમ અહીં પરના શરીરમાં આત્મા સમજાવવો છે. તેથી પરનું શરીર એ પક્ષ બને છે.
(૨) કોઈપણ સ્થાનમાં જે વસ્તુ સમજાવવી હોય છે તેને સાધ્ય કહેવાય છે. જેમકે પર્વતમાં વહ્નિ સમજાવવો છે. તેથી વહ્નિ એ સાધ્ય છે તેમ પરના શરીરમાં આત્મા સમજાવવો છે. તેથી આત્મા એ સાધ્ય કહેવાય છે.
(૩) જે લિંગ દ્વારા વસ્તુ સમજાવવામાં આવે છે તે લિંગને હેતુ કહેવાય છે. જેમકે પર્વતમાં સમજાવાતા વહ્નિ માટે ધૂમ એ હેતુ છે અને પરશરીરમાં સમજાવાતા આત્મા માટે વિજ્ઞાનાદિમયત એ હેતુ છે. આવા પ્રકારના હેતુ અનેક પણ હોય છે. એક જ હેતુ હોય એવો નિયમ નથી.
(૪) જ્યાં જ્યાં લિંગ (હેતુ) હોય છે ત્યાં ત્યાં લિંગી (સાધ્ય) હોય જ છે. એવા પ્રકારના નિયમને, બન્નેનું જે સાથે રહેવાપણું છે તેને, તથા આવા અવિનાભાવસંબંધને અન્વયવ્યાપ્તિ કહેવાય છે. જેમકે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય જ, તેવી રીતે
જ્યાં જ્યાં સ્મરણ-જિજ્ઞાસા આદિ જ્ઞાનાદિગુણો હોય ત્યાં ત્યાં આત્મા નામનું દ્રવ્ય હોય જ. તે અન્વયવ્યાપ્તિ કહેવાય છે.
(૫) અન્વયવ્યાપ્તિને અનુસરનારું જે ઉદાહરણ હોય તેને અન્વયદેષ્ટાન્ત કહેવાય