________________
| મેતાર્ચ નામના દશમા ગણધર II હવે મેતાર્ય નામના દશમ ગણધરનો અધિકાર જણાવે છે - ते पव्वइए सोउं, मेअज्जो आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पन्जुवासामि ॥१९४९॥ ( तान् प्रव्रजितान् श्रुत्वा, मेतार्य आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥
ગાથાર્થ - તે નવે ભાઈઓને પ્રવૃજિત થયેલા સાંભળીને “મેતાર્ય” નામના દશમા બ્રાહ્મણપંડિત શ્રી જિનેશ્વરપ્રભુ પાસે આવે છે અને મનમાં વિચારે છે કે “હું પણ પરમાત્મા પાસે જાઉં, વંદન કરું અને વંદન કરીને તેઓની સેવા કરું. //૧૯૪૯
વિવેચન - ગાથા ૧૯૦૫ ની જેમ ભાવાર્થ સુગમ છે. ll૧૯૪૯ાા आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं ॥ नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१९५०॥ (आभाषितश्च जिनेन, जाति-जरा-मरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च सर्वज्ञेन सर्वदर्शिना ॥)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા એવા અને સર્વજ્ઞ તથા સર્વદશી એવા શ્રી જિનેશ્વર મહાવીર પ્રભુ વડે તે નામ અને ગોત્ર વડે બોલાવાયા. l/૧૯૫oll
વિવેચન - જ્યારે મેતાર્ય નામના આ બ્રાહ્મણપંડિત પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે પહોંચ્યા ત્યારે જન્મ-જરા અને મૃત્યુથી વર્જિત એવા તથા સર્વજ્ઞ અને સર્વદર્શી એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ હે મેતાર્યપંડિત ! આમ તેમના નામ અને ગોત્ર સાથે બોલાવ્યા, આવકાર્યા.
નજીકના જ કાલમાં કલ્યાણ પામવાના હોવાથી આ જીવ ઉત્તમ છે આવું કેવલજ્ઞાનથી જાણીને “તમે ભલે આવ્યા” એમ ભાવપૂર્વક મેતાર્ય પંડિતજીને આવકાર્યા અને મેતાર્યજી કંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ કેવલજ્ઞાનથી તેઓના હૃદયગત સંશયને જાણીને ભગવાને આ પ્રમાણે સમજાવવાનો પ્રારંભ કર્યો. ૧૯૫oll.