________________
૫૪૨
દશમા ગણધર - મેતાર્ય
किं मन्ने परलोगो, अत्थि नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१९५१ ॥
(किं मन्यसे परलोकोऽस्ति नास्तीति संशयस्तव । वेदपदानां चार्थं, न जानासि तेषामयमर्थः ॥ )
ગાથાર્થ - હૈ મેતાર્યજી ! તમે મનમાં એમ માનો છો કે શું પરભવ છે કે નથી ? આવો સંશય તમને છે. પણ વેદપદોના અર્થને તમે જાણતા નથી. તે વેદપદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. ૧૯૫૧||
-
વિવેચન - હે આયુષ્માન્ મેતાર્ય ! ભવાન્તરમાં જવા સ્વરૂપ પરભવ છે કે પરભવ નથી ? આવા પ્રકારનો સંશય તમારા મનમાં વર્તે છે. આ સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ એવાં વેદપદોનું શ્રવણ છે. તે વેદપદો આ પ્રમાણે છે “विज्ञानघन एवैतेभ्यो ભૂતેભ્યઃ સમુત્યાય તાન્યેવાનુ વિનશ્યતિ, ન ચ પ્રત્યસંજ્ઞાસ્તિ'' ઈત્યાદિ પ્રથમ ગણધરભગવંતના પ્રસંગે કહેલાં વેદપદો અહીં સમજી લેવાં. આ વેદપદોના સાચા અર્થોને તમે જાણતા નથી ઈત્યાદિ સઘળી વાત પ્રથમ ગણધરભગવંતના પ્રસંગે જેમ કહી છે તેમ જ અહીં જાણવી. ||૧૯૫૧॥
ગણધરવાદ
મેતાર્યજીના હૃદયમાં જે જે યુક્તિઓથી પરલોકનું નાસ્તિપણું સમજાયેલું છે તે યુક્તિઓને પ્રગટ કરતા ભગવાન કહે છે
-
मन्नसि जइ चेयण्णं, मज्जंगमउ व्व भूयधम्मोति ।
तो नत्थि परलोगो, तन्नासे जेण तन्नासो ॥१९५२ ॥
( मन्यसे यदि चैतन्यं, मद्याङ्गमद इव भूतधर्म इति ।
ततो नास्ति परलोकस्तन्नाशे येन तन्नाशः ॥ )
ગાથાર્થ - જેમ મદધર્મ મદ્યના અંગોનો હોય છે તેમ જો ચૈતન્ય એ ભૂતોનો ધર્મ હોય તો પરલોક નથી જ. કારણ કે ભૂતોના નાશની સાથે તેનો (ચૈતન્યનો) નાશ થઈ જાય છે. ૧૯૫૨॥
વિવેચન - હે સૌમ્ય મેતાર્ય ! તમે તમારા હૃદયમાં આવા વિચારો કરો છો કે જો
ચૈતન્ય એ પૃથિવી-જલ-તેજ-વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનો ધર્મ હોય ભૂતોના નાશની સાથે તે ચૈતન્યનો પણ નાશ જ થઈ જાય, તો ભવાન્તરમાં જાય કોણ ? એટલે