________________
અગિયારમા ગણધર - પ્રભાસ
एगेगिंदियगज्झा जह वायव्वादयो तहग्गेया । होउं चक्खुग्गज्झा, घाणिंदियगज्झयामेति ॥१९९०॥
ગણધરવાદ
(एकैकेन्द्रियग्राह्या यथा वायव्यादयस्तथाऽऽग्नेयाः । भूत्वा चक्षुर्ग्राह्या, घ्राणेन्द्रियग्राह्यतां यन्ति ॥ )
૫૮૧
ગાથાર્થ - જેમ વાયુ વગેરે પુદ્ગલસ્કંધો એક-એક ઈન્દ્રિયની ગ્રાહ્યતાને પામીને ઈન્દ્રિયાન્તરગ્રાહ્ય બને છે તેમ અગ્નિનાં પુદ્ગલો ચક્ષુર્ગાહ્ય થઈને પરિણામાન્તર પામ્યા છતા ઘ્રાણગ્રાહ્યતાને પામે છે. ૧૯૯૦
વિવેચન - વાયુ સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે. તિક્ત, મધુર, કટુ વગેરે રસો રસનેન્દ્રિય ગ્રાહ્ય છે, ગન્ધ ઘ્રાણેન્દ્રિય-ગ્રાહ્ય છે, રૂપ ચક્ષુથી જ ગ્રાહ્ય છે અને સચિત્ત, અચિત્ત, મિશ્ર શબ્દો શ્રોત્રેન્દ્રિયગોચર છે. આ પ્રમાણે વાયુ આદિના પુદ્ગલો જેમ પ્રતિનિયત એવી એક એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય બનીને પછીથી કોઈને કોઈ અપૂર્વ પરિણામાન્તરને પામ્યા છતા અન્ય-અન્ય ઈન્દ્રિયોથી ગ્રાહ્ય પણ બને છે. જેમકે તોફાની અને ગાઢ ચક્રાવા ખાતો વાયુ હોય તો ચક્ષુર્ગોચર પણ બને છે. એટલે કે રજકણો દ્વારા જોઈ શકાય છે. શીરો ચક્ષુર્ગોચર હોવા છતાં હવામાં ગયેલાં તેનાં પુદ્ગલો ઘ્રાણગોચર પણ થાય છે. લસણ અને કસ્તુરીમાં પણ આમ બને છે. આ જ રીતે પ્રસ્તુત એવા દીપક સંબંધી અગ્નિનાં પુદ્ગલો ચક્ષુર્ગોચર થઈને પછીથી દીપક બુઝાયે છતે જ અગ્નિનાં પુદ્ગલો અંધકારસ્વરૂપે પરિણામ પામ્યાં છતાં ઘ્રાણેન્દ્રિયગોચર બને છે.
આ રીતે પુદ્ગલોનો પિરણામ ચિત્ર-વિચિત્ર હોવાથી તેજનાં પુદ્ગલો તમરૂપે રૂપાન્તર થાય છે. તેજનાં પુદ્ગલો જેમ ચક્ષુથી પ્રત્યક્ષ જણાય છે તેમ અંધકારનાં પુદ્ગલો પણ ઘ્રાણેન્દ્રિયથી પ્રત્યક્ષ જણાય જ છે. તો તમારા વડે ગાથા ૧૯૮૮ માં હિં વીસપ્ સો ન પન્નવવું = તે પ્રત્યક્ષ દેખાતો કેમ નથી ? આવો પ્રશ્ન શા માટે કરાય છે ? અંધકાર ઘ્રાણેન્દ્રિયથી પ્રત્યક્ષ જણાય જ છે. જેમ ચક્ષુ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેમ ઘ્રાણેન્દ્રિય દ્વારા પણ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કારણ કે મતિ-શ્રુતજ્ઞાનનું પ્રત્યક્ષ પાંચે ઈન્દ્રિયજન્ય છે. માટે બુઝાયેલા દીપકનાં પુદ્ગલો અંધકારપણે પરિણામ પામ્યાં છે અને તે ઘ્રાણેન્દ્રિય વડે પ્રત્યક્ષપણે જણાય જ છે. ૧૯૯૦
આ પ્રમાણે બુઝાયેલો દીપક દીપકપણે (અગ્નિપણે) જેમ જરૂર નાશ પામે છે. પરંતુ અંધકા૨પણે પરિણામ પામ્યો છતો સર્વથા નાશ પામતો નથી. તેમ મોક્ષમાં જતા જીવમાં પણ આ પ્રમાણે જ જાણવું. તે સમજાવે છે -