________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૭૩ કામકાજ કરતો હોય એટલે કે બાળી શકતો હોય તો અગ્નિ પત્થરને પણ બાળનાર બનવો જોઈએ. પણ અગ્નિ પત્થરને કંઈ બાળતો નથી. માટે લાકડામાં પોતાનામાં રહેલો પોતાનો જે દાહ્યસ્વભાવ છે તેનાથી લાકડું બળે છે અને અગ્નિ તેમાં નિમિત્ત બને છે. આ માન્યતા નિશ્ચયનયની છે.
આ રીતે નિશ્ચયનયની દૃષ્ટિએ સર્વે પણ પદાર્થો પોતાનામાં રહેલા પર્યાય પામવાના સ્વભાવથી જ (પારિણામિક ભાવથી જ) પરિણામ પામે છે. સ્વતઃ જ ઉત્પન્ન થાય છે. તેમાં પર દ્રવ્ય અવશ્ય નિમિત્ત બને છે. જો પોતાનામાં પરિણામ પામવાનો સ્વભાવ ન હોય તો બાહ્ય નિમિત્તો ગમે તેટલાં હોય તો પણ કાર્યની ઉત્પત્તિ કરી શકતાં નથી. જેમકે ગધેડાના માથે શીંગડાં નથી. એટલે કે ખરશૃંગનો અભાવ છે. હવે જે મસ્તકમાં શૃંગ થવાનો પારિણામિક સ્વભાવ સ્વતઃ નથી, ત્યાં ગમે તેટલાં બાહ્ય નિમિત્તોનો સભાવ લાવવામાં આવે તો પણ તે ખરઝંગ સિદ્ધ કરી શકાતાં નથી. તેથી બાહ્યનિમિત્તો એ કાર્યોત્પત્તિમાં નિમિત્ત જરૂર છે. પરંતુ કાર્યોત્પત્તિ તો પોતાના (પારિણામિક ભાવ)થી જ થાય છે.
વ્યવહારનય અને નિશ્ચયનય એમ બન્ને નયોને સાપેક્ષપણે સ્વીકારવા એ જ સમ્યકત્વ છે. સાચો માર્ગ છે. I/૧૭૧૭-૧૭૧૮ી.
ગાથા-૧૬૯૩ માં ઘટ અને અસ્તિત્વ એક છે કે અનેક છે ? આવા પ્રકારના વિકલ્પો પાડીને તમારા દ્વારા જે શૂન્યવાદની સ્થાપના કરવામાં આવી હતી તે બાબતમાં પ્રત્યુત્તર આપતાં પરમાત્માશ્રી કહે છે કે -
अत्थित्त-घडेगाणेगया व पज्जायमेत्तचिंतेयं । अत्थि घडे पडिवन्ने, इहरा सा किं न खरसिंगे ? ॥१७१९॥ (अस्तित्व-घटकानैकता वा पर्यायमात्रचिन्तेयम् । अस्ति घटे प्रतिपन्ने, इतरथा सा किं न खरशृङ्गे ? ॥)
ગાથાર્થ - અસ્તિત્વ અને ઘટ આ બન્ને એક છે અનેક છે ? ઈત્યાદિ તમારા વડે (૧૬૯૩ માં) જે કંઈ કહેવાયું છે તે ઘટનું અસ્તિત્વ સ્વીકારીને પર્યાયમાત્રની વિચારણા કરાઈ છે. જો એમ ન હોય તો ખરશૃંગમાં આ વિચાર કેમ આવતો નથી. I/૧૭૧૯ll
વિવેચન - ઘટ અને ઘટનું અસ્તિત્વ આ બન્ને એક છે? (અર્થાત્ સર્વથા અભિન્ન છે ?) કે અનેક છે ? (અર્થાત્ સર્વથા ભિન્ન છે ?) ઈત્યાદિ કોઈ ચર્ચા તમારા વડે