________________
૨૭૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ગાથા ૧૬૯૩ માં પૂર્વે કરાઈ છે અને આવા વિકલ્પો પાડીને સર્વથા શૂન્યતા સ્થાપવાનો જે પ્રયત્ન કરાયો છે તે સર્વથા ખોટો છે, નિરર્થક છે. કારણ કે “આ આનાથી ભિન્ન છે કે અભિન્ન છે ?” ઈત્યાદિ ચર્ચા કે વિકલ્પો ત્યારે જ સંભવે કે તે વિકલ્પો પાડતાં પહેલાં “આ અને તે વસ્તુ છે” આમ વસ્તુનું અસ્તિત્વ સ્વીકાર્યું હોય તો. જેમકે સિદ્ધાચલજી અને ગિરનારજી આ બન્ને પર્વતોનું પ્રથમ અસ્તિત્વ સ્વીકારીએ એટલે કે બને પર્વતો છે આમ માનીએ તો જ તે માન્યા પછી મનમાં વિકલ્પો ઉઠે કે સિદ્ધાચલજી અને ગિરનારજી આ બન્ને પર્વતો એક છે કે ભિન્ન-ભિન્ન છે ?
સારાંશ એ છે કે “ઘટ છે જ, પણ નથી એમ નહીં” આટલું સ્વીકાર્યા પછી જ “ઘટ અને અસ્તિત્વની એકતા છે કે ભિન્નતા છે ?” ઈત્યાદિ તેના પર્યાયોની વિચારણા કરવામાં આવે છે. તમારા વડે ઘટ અને ઘટના અસ્તિત્વના ભેદ-અભેદની જે વિચારણા કરાઈ છે તે તેના પર્યાયની વિચારણા કરાઈ છે, મૂલભૂત દ્રવ્યની નહીં. તેનાથી મૂળભૂત દ્રવ્યનો અભાવ સિદ્ધ થતો નથી. ઉલટું મૂલભૂત દ્રવ્ય હોય તો જ તે દ્રવ્ય તેના પર્યાયોથી ભિન્ન છે કે અભિન્ન ? છે ઈત્યાદિ કરાતી ચર્ચા શોભા પામે. માટે મૂલભૂત દ્રવ્યનું અસ્તિત્વ તો સ્વીકારાયું જ છે. તેનાથી શૂન્યતા સિદ્ધ થતી નથી.
લોટો અને ઘડો આ બન્ને દ્રવ્યોનું અસ્તિત્વ સ્વીકારો તો જ તે બન્નેમાં લોટાથી ઘડો મોટો છે કે નાનો છે ? આમ ધર્મોની ચર્ચા થાય. ધર્મીનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી જ ધર્મોની વિચારણા થાય. જો આમ નહી માનો અને જે વસ્તુનો સર્વથા અભાવ હોયશૂન્યતા હોય, તેમાં પણ એકાએકની (ભદાભેદની) ચર્ચા જો કરાતી હોય તો ખરવિષાણ અને વલ્ગાપુત્ર પણ પરસ્પર એક છે (અભિન્ન છે) કે અનેક છે (ભિન્ન-ભિન્ન છે)? ઈત્યાદિ વિચારણા તમારા મનમાં કેમ પ્રવર્તતી નથી ? તમારા મતે તો સર્વથા શૂન્યતા જ છે. તેથી જેવો ઘટ-પટ આદિ પદાર્થોનો અભાવ છે તેવો જ અભાવ ખરશ્ચંગ અને વધ્યાપુત્રનો પણ છે. ઘટ અને અસ્તિત્વના ભેદભેદના વિકલ્પો જેવા થાય છે તેમ ખરજીંગ અને વધ્યાપુત્રના પણ ભેદભેદના વિકલ્પો થવા જોઈએ. સર્વેમાં અભાવપણું અવિશેષ જ છે, સમાન જ છે.
તેથી જે વસ્તુ સર્વથા અસત્ હોય છે તેમાં આવા વિકલ્પો ઉઠતા નથી અને જેમાં આવા વિકલ્પો ઉઠે છે તે સર્વથા અસત્ હોતી નથી. માટે ઘટ-પટ આદિ પદાર્થો ખરશૃંગાદિની જેમ સર્વથા અસત્ નથી પણ સત્ છે. તેથી સર્વથા શૂન્યતા માનવી જોઈએ નહીં. ll૧૭૧૯