________________
૨૭૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(૧) આ સંસારમાં કોઈક કોઈક વસ્તુ પોતાની મેળે સ્વતઃ જ થાય છે. કોઈપણ કર્તા હાજર હોવો જોઈએ અને તે કર્તા પ્રયત્ન કરે તો જ કાર્ય થાય એવું નથી. કર્તાની અપેક્ષા વિના જ કારણભૂત એવી દ્રવ્યોની સામગ્રી પ્રાપ્ત થતાં જ વિશિષ્ટ કાર્યાત્મકપણે તે દ્રવ્ય બને છે. જેમકે વાદળ, આકાશમાં થતાં વાદળોનો કોઈ કર્તા નથી. કર્તાનો વ્યવસાય પણ નથી. વાદળની ઉત્પત્તિને અનુરૂપ ગરમ હવામાન અને તેવા પ્રકારના પુદ્ગલદ્રવ્યનો સંઘાત મળતાં સ્વતઃ જ વાદળ બને છે. તેવી જ રીતે જંગલોમાં થતું ઘાસ, આકાશમાં થતી વિજળી, ઈન્દ્રધનુષ્ય, નગરના જેવા થતા પટ્ટા વગેરે કેટલાંક કાર્યો સ્વતઃ થાય છે.
(૨) કોઈક કોઈક વસ્તુઓ પરથી થાય છે. જેમકે ઘટ કુલાલ કરે તો જ થાય છે. પટ વણકર વણે તો જ થાય છે. ફર્નીચર સુથાર ઘડે તો જ થાય છે. મકાન કડીયા લોકો ચણતર ચણે તો જ થાય છે. આવા પ્રકારના કેટલાંક કાર્યો કર્તાના વ્યાપારથી થાય છે. માટે તે પરતઃ થાય છે.
(૩) કોઈક કોઈક પદાર્થો સ્વ અને પર એમ ઉભયથી થાય છે. જેમકે પુરુષનો જન્મ, આ સંસારમાં જે કોઈ બાળક-બાલિકાદિ જીવોનો જન્મ થાય છે તે માત-પિતાના સંયોગથી થાય છે. માટે પરતઃ પણ છે અને પોતે બાંધેલા આયુષ્યકર્મ અને નામકર્મની (શરીરનામકર્મ-અંગોપાંગનામકર્મ આદિ) પ્રકૃતિઓના ઉદયથી પણ થાય છે. માટે સ્વતઃ પણ છે. અને પરતઃ પણ છે. આમ આ ઉત્પત્તિ ઉભયતઃ કહેવાય છે.
(૪) અને કેટલીક વસ્તુઓ સ્વતઃ કે પરતઃ કે ઉભયતઃ ઉત્પન્ન થતી જ નથી. સદાકાલ અનુત્પન્ન જ હોય છે. એટલે કે નિત્યસિદ્ધ વસ્તુ છે. જેમકે આકાશ-પરમાણુજીવ વગેરે મૂળભૂત પદાર્થો. આવા કેટલાક પદાર્થો નિત્ય હોવાથી અનુભવતઃ જ સિદ્ધ છે. આ ચાર પ્રકારના જે પદાર્થો સમજાવ્યા છે તે વ્યવહારનયની દૃષ્ટિએ સમજાવ્યા છે.
નિશ્ચયનયની દૃષ્ટિએ તો સર્વે વસ્તુઓ પોતે પોતાના ભાવમાં પરિણામ પામવાના સ્વભાવવાળી છે. માટે પરિણામ પામે છે. બાહ્યવસ્તુઓ તેમાં નિમિત્તમાત્ર છે. પરમાર્થથી વસ્તુનો પોતાનો જ તેવો તેવો પારિણામિક ભાવ છે માટે પરિણામ પામે છે. જેમકે પાણીમાં પત્થરનો ટુકડો મુકશો તો ઓગળશે નહીં અને તે જ પાણીમાં માટીનો ટુકડો મુકશો તો ઓગળી જશે. તેનો અર્થ એ થાય છે કે પાણી માટીને ઓગાળી શકતું નથી. પરંતુ માટીમાં પોતાનામાં ઓગળી જવાનો પોતાનો જે પરિણામિક સ્વભાવ છે તેથી ઓગળે છે. જો પાણી ઓગાળી શકતું હોય તો તે પાણી પત્થરને પણ ઓગાળનાર બનવું જોઈએ. એવી જ રીતે અગ્નિ કાષ્ઠને જ બાળે છે પત્થરને બાળતો નથી. હવે જો અગ્નિ જ બાળવાનું