________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૭૧
પદાર્થ આ ત્રણની સત્તા વિના ઘટી શકે નહીં. જો આ ત્રણ હોય તો “અપેક્ષા” સંભવે. પરંતુ જો તે ત્રણ આ જગતમાં છે એમ ત્રણની સત્તા સ્વીકારો તો “સર્વશૂન્યતા” રહેતી જ નથી. તેથી તમે સર્વશૂન્યતા સાધવા માટે “અપેક્ષાતઃ' એવો જે હેતુ મુક્યો હતો. તે હેતુ સર્વશૂન્યતા નામના સાધ્યની સાથે હોવો જોઈએ. તેને બદલે “સર્વશૂન્યતાના અભાવની સાથે” અર્થાત્ વસ્તુઓની સત્તા હોય તો જ અપેક્ષા સંભવે છે. માટે અપેક્ષા નામનો આ હેતુ વસ્તુઓની સત્તા નામના વિપક્ષમાં જ રહેલો છે. તેથી વિરુદ્ધ હેત્વાભાસ થાય છે. સહેતુ થતો નથી પણ ખોટો હેતુ છે. ll૧૭૧૬ll
તેથી જગતના સર્વે પણ પદાર્થો વ્યવહારનયથી સ્વતા, પરતઃ અને ઉભયતઃ સિદ્ધ છે અને નિશ્ચયનયથી સર્વે પણ પદાર્થો સ્વતઃ સિદ્ધ જ છે તે વાત જણાવે છે -
किंचि सओ तह परओ, तदुभयओ किंचि निच्चसिद्धपि । जलओ घडओ पुरिसो नहं च ववहारओ नेयं ॥१७१७॥ निच्छयओ पुण बाहिर निमित्तमेत्तोवओगओ सव्वं । होइ सओ जमभावो, न सिज्झइ निमित्तभावे वि ॥१७१८॥ (किञ्चित् स्वतस्तथा, परतस्तदुभयतः किञ्चिद् नित्यसिद्धमपि । जलदो घटकः पुरुषो नभश्च व्यवहारतो ज्ञेयम् ॥ निश्चयतः पुनर्बहिर्निमित्तमात्रोपयोगतः सर्वम् । भवति स्वतो यदभावो, न सिध्यति निमित्तभावेऽपि ॥)
ગાથાર્થ - વ્યવહારનયથી વાદળની જેમ સ્વતઃ ઘટની જેમ પરતઃ પુરુષની જેમ ઉભયતઃ અને આકાશની જેમ અનુભયથી (એટલે કે નિત્યસિદ્ધ = કાર્યસ્વરૂપે પરિણામ નહી પામનાર) પદાર્થો છે. પરંતુ નિશ્ચયનયથી બાહ્યનિમિત્તમાત્રની અપેક્ષા રાખીને સર્વે પણ વસ્તુઓ સ્વતઃ જ થાય છે. જે વસ્તુ સ્વતઃ સિદ્ધ નથી તે નિમિત્તના સદ્ભાવમાં પણ થતી નથી. /૧૭૧૭-૧૭૧૮ll
- વિવેચન - વ્યવહારનયને આશ્રયી વસ્તુઓની ઉત્પત્તિ સ્વતઃ પણ હોય છે, પરતઃ પણ હોય છે, ઉભયતટ પણ હોય છે અને કોઈક વસ્તુ કાર્ય સ્વરૂપે નથી પણ હોતી. અર્થાત્ સ્વયં અનાદિની સહજ સિદ્ધ નિત્ય હોય છે. તે ચારેના ચાર ઉદાહરણો આ પ્રમાણે છે -