________________
૩૧૦ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ તેથી આ બન્ને વ્યાપક હેતુથી કેવી રીતે સાધ્યની સિદ્ધિ થાય છે. તેવી જ રીતે પાછલાં બને અનુમાનોમાં હેતુ સાધ્યની સાથે વ્યાપક નથી અવ્યાપક છે. તો પણ તે બન્ને હેતુ વિપક્ષથી સર્વથા વ્યાવૃત્ત છે. માટે સાધ્યસિદ્ધિ થાય છે અને સહેતુ કહેવાય છે. જેમકે જે જે વિદ્વિવાળા હોય તે તે ધૂમવાળા હોય એવો નિયમ નથી. તપ્તાયોગોલક વહ્નિવાળો છે પણ ધૂમવાળો નથી, તેથી હેતુ સાધ્યની સાથે અવ્યાપક છે. પરંતુ વિપક્ષમાંથી (વહ્નિના અભાવવાળા સ્થાનોમાંથી) સર્વથા નિવૃત્ત છે. સમુદ્રાદિસ્થાનોમાં ક્યાંય ધૂમ નથી. તેથી ધૂમહેતુથી વહ્નિ-સાધ્યની સિદ્ધિ થાય છે અને તે સહેતુ કહેવાય છે. તથા જે જે અનિત્ય હોય તે તે સઘળા પણ પદાર્થો પ્રયત્નાન્તરીય (પ્રયત્નથી જન્યો હોય એવો નિયમ નથી. ઘટ-પટાદિ પદાર્થો અનિત્ય પણ છે અને પ્રયત્નોત્તરીય પણ છે. પરંતુ વિદ્યુત (વિજળી), ઘન (વાદળ), કુસુમાદિ (પુષ્પાદિ) ઘણા પદાર્થો અનિત્ય છે. છતાં પ્રયત્નોત્તરીય (પ્રયત્નથી જન્ય) નથી. વિના પ્રયત્ન ઉત્પન્ન થાય છે તેથી આ હેતુ સાધ્યની સાથે વ્યાપક ભલે નથી અર્થાત્ અવ્યાપક છે તો પણ વિપક્ષમાંથી સર્વથા નિવૃત્ત છે. કારણ કે વિપક્ષમાં = નિત્ય એવા આકાશાદિ પદાર્થમાં પ્રયત્નોત્તરીયત્વ હેતુ ક્યાંય વર્તતો નથી. માટે આ હેતુ સહેતુ છે. તેથી ઉપરોક્ત છેલ્લા બન્ને હેતુઓની જેમ શૂન્યતાસાધ્યને સાધનારો “પરમાતન” આવા પ્રકારનો અમારો હેતુ ભલે સાધ્યની સાથે વ્યાપક નથી. કારણ કે અમારી દૃષ્ટિએ ઘટ-પટાદિ અને સ્ફટિકાદિ આ બન્ને શૂન્ય છે. પરંતુ પરભાગાદર્શન– હેતુ ઘટ-પટાદિમાં જ માત્ર છે. સ્ફટિકાદિમાં નથી કારણ કે તેમાં પરભાગનું દર્શન છે. તેથી સાધ્યની સાથે (શૂન્યતાની સાથે) હેતુ વ્યાપક નથી. (તથા હેતુ સાધ્યની સાથે વ્યાપક હોવો જોઈએ એવું જરૂરી પણ નથી, છતાં વિપક્ષથી તો અત્યન્ત વ્યાવૃત્ત છે જ. માટે અમારો આ હેતુ વિપક્ષવ્યાવૃત્ત હોવાથી સહેતુ બનશે અને શૂન્યતાને સાધશે.
ઉત્તર - તમારું ઉપરોક્ત કથન સર્વથા અયુક્ત જ છે. કારણ કે ઉપર બતાવેલા ત્રીજા-ચોથા અનુમાનમાં વ્યતિરેક દૃષ્ટાન્ત મળે છે તેથી હેતુ વિપક્ષવ્યાવૃત્ત છે એમ કહી શકાય છે. તમારા અનુમાનમાં તેમ નથી તે આ પ્રમાણે - ત્રીજા અનુમાનમાં જ્યાં જ્યાં વહ્નિ નથી ત્યાં ત્યાં ધૂમ પણ નથી. જેમકે સમુદ્ર, નદી આદિ, જ્યાં જ્યાં અનિત્યતા નથી ત્યાં ત્યાં પ્રયત્નોત્તરીયત પણ નથી. જેમકે આકાશાદિ. આમ આ બને અનુમાનોમાં વ્યતિરેક દૃષ્ટાન્ત મળે છે. એટલે વ્યતિરેકવ્યાપ્તિ સિદ્ધ થાય છે. તેથી હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. પરંતુ તમારા અનુમાનમાં તેમ નથી. કારણ કે “જ્યાં
જ્યાં શૂન્યતા નથી (જ્યાં જ્યાં વસ્તુનું વાસ્તવિક અસ્તિત્વ છે.) ત્યાં ત્યાં પરભાગાદર્શન પણ નથી. જેમકે ક્યાં ? આ વ્યતિરેકવ્યાપ્તિનું ઉદાહરણ શું ? તમે તો સર્વત્ર અસદ્ધાદી